કાશ્મીરમાં આજે ફરી ત્રાસવાદીઓ તથા સુરક્ષા દળો વચ્ચે ભીષણ એનકાઉન્ટર શરૂ થયુ હતું ત્રણ જેટલા આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા.ભારતીય જવાન ઘાયલ થયો હતો.
કાશ્મીરનાં કુપવાડામાં વાસ્તવિક અંકુશ રેખા નજીક ખુરમોરા ક્ષેત્રમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી પરથી સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ત્યારે ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેને પગલે એનકાઉન્ટર થયુ હતું. સામસામા ગોળીબારમાં એક સુરક્ષા જવાન ઘાયલ થયો હતો.
આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એનકાઉન્ટર દરમ્યાન ત્રાસવાદીઓ સુરક્ષા ઘેરાબંધી તોડીને નાસી જતા મોટાપાયે શોધખોળ શરૂ કરવામાં આવી છે.