મહાકુંભમાં ચાલી રહેલા સ્નાન દરમિયાન સંગમ ખાતે થયેલી ભાગદોડ જેવી પરિસ્થિતિને કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલો મળ્યા બાદ ચિંતિત અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ પોતાની ભાવના વ્યક્ત કરી હતી.
महाकुंभ में घटी हृदयविदारक घटना से हम अत्यंत व्यथित है।
— Gautam Adani (@gautam_adani) January 29, 2025
हम दिवंगत आत्माओं को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करते हैं और शोक संतप्त परिवारों के प्रति गहरी संवेदना प्रकट करते हैं।
महाकुंभ में उपस्थित अदाणी परिवार के सभी सदस्य और संपूर्ण अदाणी समूह मेला प्रशासन व राज्य सरकार के…
તેમણે સોશિયમ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે, અમે દિવંગત આત્માઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહાકુંભમાં હાજર રહેલા અદાણી પરિવારના તમામ સભ્યો અને સમગ્ર અદાણી ગ્રુપ, મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
વિશ્વના સૌથી મોટા એક જ સ્થળના માનવ મહેરામણ તરીકે સ્થાન મેળવનાર મહાકુંભ 2025માં મૌની અમાવસ્યાના પવિત્ર અમૃત સ્નાન પુર્વે જ દેશભરમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ મધરાત બાદ જ ગંગાના વિવિધ ઘાટો પર સ્નાન માટે પહોંચવા કરેલી ઉતાવળમાં મંગળવારની રાત્રી જ અમંગળ બની ગઈ છે.
મહાકુંભમાં પવિત્ર મનાતા બીજા અમૃત સ્નાનમાં પવિત્ર ત્રિવેણી સંગમના 12 કિલોમીટરના લાંબા ક્ષેત્રમાં મધરાતે 1.30 કલાકે અફવાના કારણે સર્જાયેલી ભાગદોડમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 17 લોકોના મૃત્યુ થયા છે અને સેકડો ઘવાયા છે.
બુધવારે, મૌની અમાવસ્યાના દિવસે, લાખો યાત્રાળુઓ પવિત્ર સ્નાન માટે એકઠા થયા હતા. કેટલાક લોકો તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે વાત કરી શક્યા, જ્યારે અન્ય લોકો હજુ પણ ચિંતિત છે. મંડી ગોવિંદગઢના નિશ્ચિંત કુમારે જણાવ્યું “હું સવારે 7 વાગ્યાથી મારા માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તેઓ મારા ફોનનો જવાબ આપી રહ્યા નથી”.
“હું કોઈક રીતે તેમના ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરનો સંપર્ક કરવામાં સફળ રહ્યો અને તેણે કહ્યું કે તેઓ આજે બપોર સુધીમાં પાછા આવી જશે. હું તેમની સલામતી માટે પ્રાર્થના કરું છું” . મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા પછી સુરક્ષિત રીતે ઘરે પાછા ફરનારા લોકોએ કહ્યું કે ભગવાનની કૃપાથી જ તેઓ સંગમ ખાતે મોટી ભીડ વચ્ચે એક પણ ઘસરકો વગર પાછા ફર્યા.