અમેરિકામાં એક ગુજરાતી આર્કિટેક યુવતી પોતાની કલ્પનાશક્તિ, અનોખા વિચાર અને સમય સાથે તાલ મેળવતી ડિઝાઇન થકી સૌને પ્રભાવિત કરી રહ્યાં છે. ભારોભાર પ્રશંસા સાથે તેઓ અનેક એવૉર્ડસ પણ જીતી રહ્યાં છે.
મૂળ અમદાવાદના પણ હાલ મુંબઈવાસી જૈનિકા શાહ ગાંધી મુંબઈથી આકિટેક્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અમેરિકાની પ્રેટ ઇન્સ્ટિટ્યૂટથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. જૈનિકા શાહની વ્યવસાયિક કારકિર્દી અત્યંત રસપ્રદ રહી છે કારણકે તેમણે ચીલો ચાતરવાનો થોડો મુશ્કેલ રાહ પસંદ કર્યો છે. તેમણે વિચાર્યું કે ભવિષ્યમાં કેવી ડિઝાઇન હોવી જોઈએ અને કયા મટિરિયલનો ઉપયોગ કરી શકાય કે જેનાથી પર્યાવર્ણનું નુકશાન થતું અટકે. પોતાની ડિઝાઇનમાં તેમણે ભાવિ પેઢી સુઘડ, સ્વચ્છ, અને સુંદર પર્યાવરણમાં જીવી શકે એને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું.
તેમના વર્તમાન પ્રોજેક્ટ ‘માયસેલિયમ મેશન’ ને વૈશ્વિક રૂપે ફક્ત માન્યતા નહીં પણ પ્રશંસા પણ મળી રહી છે તેના ઉદાહરણ છે તઅલગ અલગ એવોર્ડસ. આ પ્રોજેક્ટમાં તેમણે અતિશય ટકાઉ અને સ્વયં વિઘટિત થાય અને કુદરતમાંથી મળે તેવી વસ્તુ એટલે ફૂગની શાખાઓ (માયસેલિયમ)નો ઉપયોગ કર્યો છે. આ વસ્તુ વજનમાં હલકી છતાં મજબૂત અને પર્યાવરણને અનુકૂળ છે. ભવિષ્યમાં આ નવી વસ્તુ લોખંડ, સિમેન્ટ અને કોંક્રીટનો વિકલ્પ બની શકે તેવું તેમનું
માનવું છે.
જૈનિકાનું આ કાર્યની અમેરિકા અને યુરોપના જુદા જુદા મેગેઝીને વ્યવસ્થિત નોંધ લીધી છે. તેમના વર્તમાન પ્રોજેક્ટ
‘માયસેલિયમ મેશન’ ને હાઉઝી ૨૦૨૪નો ગોલ્ડ એવોર્ડ, ડિઝાઇન સ્કિલ ૨૦૨૪નો પ્લેટિનમ એવોર્ડ, મ્યુઝ ડિઝાઇન
૨૦૨૪નો ગોલ્ડ એવોર્ડ, ફેંચ ડિઝાઇન ૨૦૨૪નો સિલ્વર એવોર્ડ ઉપરાંત અન્ય ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે.
જૈનિકા શાહનુ કહે છે કે હું એક આ્કિટેક્ટ ડિઝાઇનર છું. પર્યાવરણને ઉપયોગી અને પર્યાવરણને સહયોગી બને તેવી વસ્તુઓ
વાપરી સમજદારીપૂર્વક ડિઝાઇન કરવી તે મારી નૈતિક અને સામાજિક જવાબદારી અને ધ્યેય છે. આવી અવનવી ડિઝાઇન્સ આપણા સમાજમાં મારો એક મહત્વનો ફાળો બનશે. મારું આ કાર્ય સમાજ અને પર્યાવરણ બંનેને
ફાયદેમંદ રહેશે તેની મને સંપૂર્ણ ખાતરી છે. મારી ઈચ્છા છે કે નવયુવાન અને નવા આર્કિટેક્ટ આવી ડિઝાઇનસ બનાવી પર્યાવર્ણમાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરી, પોતે મહત્વનો ભાગ ભજવે.
જૈનિકા શાહની એક અત્યંત ઉત્સાહી અને ધ્યાનકેન્ટ્રિત આર્કિટેક્ટ તરીકેની અત્યાર સુધીની સફર એકદમ સુગમ અને રસપ્રદ રહી છે. આવી અવનવી આશ્ચર્ય પમાડે તેવી વધુ કાર્યસિદ્ધિ આર્કિટેક્ચરલ ક્ષેત્રે મેળવવા તેઓ સતત પ્રયત્નશીલ છે.