ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાની નેમ સાથે 102મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વેળા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી AGR-2 યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો .
આ અવસરે NCOL દ્વારા નિર્મિત ‘ભારત ઓર્ગેનિક આટા’નું લોન્ચિંગ અને દિલ્હી ખાતે અમૂલ ડેરીની સૌપ્રથમ ઓર્ગેનિક શોપનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ખેડૂતોને નેનો ખાતરની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
– ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાયો
– 102મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન
– કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ
– ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને નેનો ખાતર ખરીદવા માટે 50% સહાય આપતી AGR-2 યોજનાનો શુભારંભ
– કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીના હસ્તે NCOL દ્વારા નિર્મિત ‘ભારત ઓર્ગેનિક આટા’નું લોન્ચિંગ
– મહાનુભાવો દ્વારા ખેડૂતોને નેનો ખાતરની કીટનું વિતરણ કરવામાં આવ્યું