નવા વર્ષના પ્રારંભમાં જ સૌ પ્રથમ આવતા અને દેશભરમાં મનાવાતા મકરસંક્રાંતના પર્વને ઉજવવા રાજકોટ સૌરાષ્ટ્રવાસીઓ અત્યારથી જ અધીરા બન્યા છે. મકરસંક્રાંતીનો પર્વ દરેક ઘરના સદસ્ય સહુ પરિવાર પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે. આમ તો મકર સંક્રાંત પર્વ દેશભરમાં ઉજવાય છે. પતંગ વ્યવસાય કરોડો રૂપિયાને આંબતો હોય છે.
આપણે માત્ર રાજકોટ સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો દરવર્ષે પતંગ ઉડાવવાના આનંદની અતિરેકમાં કેટલીકે દુખઃદ ઘટના જેવી કે દોરી ઈલેકટ્ીરક વાયરને અડી જતા શોર્ટસર્કિટથી યુવાનોના મળત્યુ તેમજ અગાશી પરથી પડી જવાની ઘટના બનતી હોય છે. જ્યારે આકસ્મીક ઘટનાઓમાં કોઇ ટુ વ્હીલર વાહન ચાલકો મકરસંક્રાંતના પર્વ પર જતા હોય ત્યારે તેના પરથી કપાયેલ પતંગની દોરી ગળા પાસેથી ઝડપથી પસાર થતા ગળુ કપાઇ જવાની અથવા ગળુ કપાવવાથી વધુ ઉંડી ઈજાના કારણે મળત્યુ થવાના પણ કરૂણ બનાવો બનતા હોય છે.
ચાલુ વર્ષે ડીસેમ્બર માસમાં સુરતમાં બે અને વડોદરામાં એક મળી ત્રણ યુવાનોનો ચાઇનીઝ દોરીએ ભોગ લીધો છે તે ન ભુલવું જોઇએ. આ સ્થિતિને ધ્યાને લઇ લોકજાગૃતિ માટે રાજકોટના જાગળત નાગરિક કિશોર એન. કારીયાએ લોકોને જ સ્વયં જાગૃત બની પોતાના જીવનરક્ષક બનવા અપીલ કરી છે. મકરસંક્રાંતી ના દિવસે વાહનચાલકોને ચાઇનીઝ દોરીથી ઈજા કે મળત્યુની ઘાતમાંથી બચાવવા ઘરમાં જ પડેલી (હાથવગી) કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી ગળાને રક્ષીત કરી અકસ્માતે ઈજા કે મળત્યુની ઘાતમાંથી બચવા કેટલીક ટીપ્સ રજુ કરી છે.
આવી ટીપ્સમાં જોઇએ તો સૌ પ્રથમ વાહનચાલકોને ઘરમાં જો મફલર હોય તો ગરમ મફલર ગળે બાંધીને (ફકત એક દિવસ મકરસંક્રાંતના દિવસે જ નીકળવુ જોઇએ જો સાથે બાળકોને લઇ જવાના હોય તો બાળકોને પણ ગળુ ઢંકાય તેવી લાંબી (વાંદરા ટોપી) પહેરાવી બાળકોમા પણ ચાઇનીઝ દોરીની ઈજા અથવા અકસ્માત મળ્ત્યુની ઘાતથી બચાવી શકાય. લાંબી વાંદરા ટોપી મોટી વ્યકિત પણ મફલરની અવેજીમાં પહેરી શકે.
જ્યારે બીજી ટીપ્સમાં ગળુ ઢંકાય તેવી ફુલ સાઇઝની હેલ્મેટ પણ મકરસંક્રાંતીના દિવસે ફકત એક દિવસ પુરતી પહેરીને નીકળેતો તમામ ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતે ઈજા કે મળત્યુની ઘાતથી બચી શકશે.
શકય હોય ત્યાં સુધી બાળકોને સાથે લઇ જવાનું ટાળવું જોઇએ. મકરસંક્રાતિની ખરીદી પતંગ- ફિરકી, ચીકી, શેરડી જેવી વસ્તુની ખરીદી આગલા દિવસેજ કરી લેવી જોઇએ. યુવતી અને મહિલાઓને ટુ-વ્હીલર પર મકરસંક્રાતના દિવસે બહાર જવાનું થાય તો માથે ડ્રેસ ઓઢણી- દુપટ્ટો અથવા સ્કાફ પહેરીને જ જવું. આ ઉપરાંત અગાશી પર પતંગ ઉડાડતા હોય ત્યારે અગાસી પરથી પસાર થતી દોરી કે પતંગ પકડવા દોટ મુકવી જોઇએ નહિ.
વર્ષોથી સંક્રાંતના પર્વ ઉપર રસ્તા પર જતા વાહનચાલકોને ચાઇનીઝ દોરીથી ગળા પર ઈજા થયાની અથવા વધુ પડતા ઈજાના કારણે વાહન ચાલકો નુ મળત્યુ થયાના કિસ્સા પણ બન્યા હોય ત્યારે હવે મકરસંક્રાંત પર્વ માટે આકસ્મીક ઈજા કે મળત્યુનુ ઘાત ટાળવા માટે આ ટીપ્સ (ઘરગથ્થુ) ઉપાય મળ્યો છે. તેનો ઉપયોગ કરવો સૌ કોઇ માટે લાભદાયી નિવડશે તેમા બે મત નથી.