ગયાં વર્ષે અક્ષય કુમારના સ્ત્રી-2ના કેમિયોએ ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, 2024માં ખેલ ખેલ મેં અને સરફિરા જેવી ફિલ્મો આપવા છતાં, સ્ત્રી-2 તેની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
હવે તાજેતરમાં મેડોક હોરર કોમેડીની 8 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સ્ત્રી 3 પણ સામેલ છે. ત્યારથી દર્શકોમાં ઉત્તેજના છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે કે નહીં ? પરંતુ હવે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે અક્ષય સ્ત્રી 3 માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નિર્માતાઓએ પુષ્ટિ કરી
સ્કાય ફોર્સના ટ્રેલર લોન્ચ વખતે, અક્ષયને પૂછવામાં આવ્યું કે શું તે મેડોક હોરર-કોમેડીનો તેઓ ભાગ બનશે ?. આના પર અક્ષયે કહ્યું કે, ’હું શું કહું, દિનેશ અને જ્યોતિએ આ નક્કી કરવું પડશે, તેઓ જ પૈસાનું રોકાણ કરશે અને અમર કૌશિકે નિર્દેશન કરવાનું છે.’ અક્ષયના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં દિનેશ વિજને કહ્યું,કે ’અલબત્ત, તેઓ તેનો એક ભાગ છે’. તેમણે હસતાં હસતાં કહ્યું કે અક્ષય અમારાં થાનોસ છે.
અક્ષયે સ્ત્રી-2માં યાદગાર પાત્ર ભજવ્યું
સ્ત્રી-2માં અક્ષય કુમારને સરકટેના વંશના છેલ્લાં જીવિત સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. જેની પાસે ભૂતને હંમેશને માટે ખતમ કરવાનો ઉપાય છે. ઠીક છે, જે પણ હોય, દર્શકો સ્ત્રી-2માં અક્ષયની હાજરીથી ખૂબ જ ખુશ થવાનાં છે.
સ્ત્રી-3 ક્યારે રિલીઝ થશે ?
મેડોક ફિલ્મ્સે તાજેતરમાં 2025 થી 2028 સુધીની તેની આગામી ફિલ્મોનું કેલેન્ડર શેર કર્યું છે. જેમાં સ્ત્રી 3 વર્ષ 2027માં 13 મી ઓગસ્ટે રીલીઝ કરવામાં આવશે. 2024 માં ’સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તેની વાર્તા અને રમૂજએ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જીએ ખાસ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વરુણ ધવન કેમિયો કર્યા હતાં જ્યારે તમન્ના ભાટિયાએ તેમાં ખાસ ડાન્સ કર્યો હતો.
અક્ષય કુમારની આગામી ફિલ્મ સ્કાય ફોર્સ છે જે 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમાર, વીર પહરિયા અને સારા અલી ખાને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સ્કાય ફોર્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દેશભક્તિની ફિલ્મનાં ટ્રેલરે દર્શકોમાં ઉત્સાહ વધાર્યો છે. આ ફિલ્મ ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક પર આધારિત છે.