પેટ્રોલ અને સીએનજી પંપો પર ઈવી ચાર્જીંગ પોઈન્ટ અને બેટરી બદલવાની સુવિધાઓ તૈયાર કરવામાં સુરક્ષા નિયમો છે.આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા પહેલા સુરક્ષા નિયમોનું પાલન કરવુ અનિવાર્ય રહેશે.
ભારત સરકારના નિર્દેશ પર પેટ્રોલીયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન દ્વારા આ બારામાં વિસ્તૃત દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચાર્જીંગ અને બેટરી સ્વેપીંગની સુવિધા શરૂ કરતા પહેલા પુરી કરવી પડશે. એટલે આ જરૂરી થઈ ગયુ છે કે અનેક જગ્યાએ સીમિત જગ્યા હોવા છતાં પણ પેટ્રોલ અને સીએનજી પંપની બિલકુલ નજીક ઈવી ચાર્જીંગ પોઈન્ટ લગાવી દેવાયા છે.
કયાંક તો પેટ્રોલ પંપનાં મુખ્ય ટેન્કની પાસે જ ચાર્જીંગ પોઈન્ટ લગાવી દેવાયા છે.મામલા સાથે જોડાયેલા જાણકારોનું કહેવુ છે કે પેટ્રોલ પંપ પાસે લાગેલા પોઈન્ટની વીજળીની લાઈનોમાં ખરાબી આવવા પર કે સ્પાર્કીંગ થવાથી મોટી દુર્ઘટના થઈ શકે છે.
જેમાં ભારે સંખ્યામાં જાન-માલને નુકશાન થઈ શકે છે. નવા નિર્દેશો આ અકસ્માતો રોકવામાં કારગડ નિવડશે મુસદા પર કંપની કંપનીઓનાં સુચના માગવામાં આવ્યા છે. જો કોઈ સુચન મળે છે તો તેના પર વિચાર ક્રીને તેને લાગુ કરાશે.
સુરક્ષાનાં મુખ્ય ધોરણો:
ઈવી ચાર્જીંગ, બેટરી, સ્વેપીંગ, સુવિધા ખતરનાક ક્ષેત્રમાં જ હોવી જોઈએ પ્રત્યેક સ્ટેશનમાં સમર્પિત વાહન પાર્કીંગ ક્ષેત્ર અને સર્વીસ હોવી જોઈએ પાર્કીંગ પણ ખતરનાક ક્ષેત્રમાં જ હોવુ જોઈએ.