‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત લેતા જળસંપત્તિમંત્રી
મંત્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ
ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલ’ની સમીક્ષા બેઠક કરી
રાજકોટ, મોરબી, ભાવનગર હોટલાઇન પર કર્યો સંવાદ
જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત’ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત લઈને સમીક્ષા બેઠક કરી જરૂરી સુચનો આપ્યા હતા. મંત્રીએ આ મુલાકાત દરમિયાન રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ-જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી. મંત્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.