આવકવેરા વિભાગે યોગ્ય રીતે રિટર્ન ફાઈલ કરનારા લોકોને ભૂલથી આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લીધી છે. આવકવેરા વિભાગે આવાં કરદાતાઓએ આવકવેરા રિટર્ન માટેની “ભૂલભરી” સૂચનાઓને અવગણવા કહ્યું છે.
આવકવેરા વિભાગ તરફથી 29મી નવેમ્બર 2024 ના રોજ ખામીયુક્ત રિટર્ન નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, કલમ 44 એડી હેઠળ આવક ઓફર કરવામાં આવે છે, તેમ છતાં કુલ રસીદો રૂ.2 કરોડથી વધુ છે અને બેલેન્સ શીટ અને નફો અને નુકસાન એકાઉન્ટ ફાઇલ કરવામાં આવ્યું નથી, અને હિસાબોની ઓડિટ થતી નથી.
આવકવેરા વિભાગે કહ્યું કે, ફાઈલ કરાયેલ રિટર્ન માટે જારી કરાયેલી ભૂલભરેલી નોટિસ માટે અમને ખેદ છે. આ રિટર્ન હવે પ્રોસેસિંગ માટે લેવામાં આવી રહ્યું છે. કૃપા કરીને પ્રક્રિયાના પરિણામો માટે સૂચનાની રસીદની રાહ જુઓ.”