અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનાર શહેરીજનોએ 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. AMCની વેબસાઈટ પર તારીખ 1 જાન્યુઆરી, 2025થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રૂપિયા 200ની ફી ભરવાની રહેશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં શ્વાનના ફોટોગ્રાફ અને તેને રાખવાની જગ્યા સહિતના જરૂરી પુરાવાઓ સામેલ કરવાના રહેશે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને એનિમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad cityની ગાઈડલાઈન મુજબ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે મ્યુનિસિપલની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરીને પાલતુ શ્વાન (પેટ ડોગ) દીઠ રૂપિયા 200 નોંધણી ફી ચૂકવવાની રહેશે.
આ પૂરાવા આપવા પડશે:
અરજદારનું આધાર કાઁર્ડ/ચુંટણી કાર્ડ:અરજદારનું ટેક્ષ બિલ અરજદારનું લાઈટ બિલ:અરજદારનો ફોટોગ્રાફસ: પાલતું શ્વાન (પેટ ડોગ)નો ફોટોગ્રાફસ: પાલતું શ્વાન (પેટ ડોગ) રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ