કોરોના કાળમાં રેસ્ટોરન્ટ બંધ થયુ તો 50 વર્ષિય એક વ્યકિતએ એક એવો ગોરખધંધો શરૂ કર્યો કે જેમણે પણ સાંભળ્યુ તેઓ બધા આશ્ર્ચર્યમાં પડી ગયા. આ વ્યકિતએ વેબ સીરીઝમાંથી આઈડીયા મેળવીને ફલેટમાં જ ગાંજાની ખેતી કરી હતી. વિદેશથી ગાંજાના બીજ મંગાવ્યા અને ઈન્ટરનેટ પર કુંડામાં માદક પદાર્થ ઉગાડવાની ટેકનીક શીખી અને માલ ડાર્ક વેબ પર વેચ્યો.
ચાર મહિના પહેલા શરૂ કરેલ આ ગોરખધંધામાં તે 10 લાખ રૂપિયા કમાઈ ચુકયો હતો. જયારે પોલીસને મામલાની ખબર પડી તો તેની ધરપકડ કરી લીધી હતી.
મેરઠના રહેવાસી રાહુલ ચૌધરીએ ગાંજાની ખેતી માટે સેકટર 31 માં આવેલી સોસાયટીમાં ફલેટ ભાડે રાખ્યો હતો. પોલીસે ફલેટમાંથી 50 લાખનો ગાંજો, કાચો માલ સહિત અન્ય સામાન જપ્ત કર્યો હતો.
પાકના હિસાબે ફલેટમાં કર્યા હતા ફેરફાર:
પોલીસે જણાવ્યું હતું કે બોલીવુડમાં જયારે ડ્રગ્સનો મુદો છવાયો હતો. ત્યારે નશાની દુનિયા આધારીત એક વેબસીરીઝ આવી હતી. રાહૂલ ચૌધરી આ વેબ સીરીઝથી એટલા પ્રભાવીત થયા હતા કે તેણે ગાંજાનો વેપાર કરવાની યોજના બનાવી લીધી હતી.તેણે ફલેટમાં સેટઅપ તૈયાર કર્યું હતું. યોગ્ય તાપમાન માટે એસી પણ લગાવ્યા હતા.
પહેલો પાક જ આરોપી ઉતારી શકયો હતો:પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આ તેનો પહેલો પાક હતો. 15 કુંડામાં જ ઉગેલા ગાંજાની સપ્લાઈ કરી શકયો હતો. તેણે જેટલા પણ ગ્રાહક શોધ્યા તે ડાર્કવેબ પરથી મળ્યા હતા. ગ્રાહક મોં ઢાંકીને આવતા હતા અને ગાંજો લઈને ચાલ્યા જતા હતા.