અસરકારક આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડને કારણે પ્રવાસીઓને ઉત્તમ અનુભવ
અમદાવાદ: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) એ પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. દર વર્ષે ઑક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે SVPIA બહોળી સંખ્યામાં મુસાફરોને મેનેજ કરે છે.
ઑક્ટોબર 2024 માં એરપોર્ટે પરથી 4.95 મુસાફરોએ પ્રસ્થાન અને 4.85 પ્રવાસીઓએ આગમનમાં ઉચ્ચ ગ્રાહક સંતોષ સ્કોર (CSAT)* રેકોર્ડ કર્યો છે. એરપોર્ટ પર પૂરી પાડવામાં આવતી સેવાઓમાં મીટ અને ગ્રીટને 4.97નો સ્કોર મળ્યો છે. આ ઉચ્ચ સ્કોર એરપોર્ટ પરથી મુસાફરી કરતા વખતે પ્રવાસીઓનો સંતોષ વધુ સ્થાપિત કરે છે. SVPI એરપોર્ટના હિસ્સેદારોમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, CISF, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ, પોલીસ ફોર્સ વગેરેનો સમાવેશ થાય છે.
અપેક્ષિત તહેવારોની ભીડમાં મુસાફરોના અનુભવને શ્રેષ્ઠ બનાવવા SVPI એરપોર્ટે દ્વારા વિવિધ પહેલો અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં નીચે જણાવેલ સુવિધાઓનો સમાવેશ થાય છે: