આજે 16 ઓકટોબર એટલે સિંહોના ચાર માસનું વેકેશન પૂર્ણ. એશિયાન્ટીક સિંહના દર્શન માટે આજથી ગિરનાર અને સાસણ જંગલમાં પ્રારંભ થઈ ચુકયો છે. સાસણ જંગલમાં 100 નવી મોડીફાઈડ ગાડીઓ મુકવામાં આવી છે. ગીરનાર જંગલ નેચર સફારી પાર્કમાં પણ આજે વેકેશન પૂર્ણ થતા પ્રથમ દિવસે 7 પરમીટોનું બુકીંગ થયું છે. ઓડયાના 75 પરમીટનું બુકીંગ છે.
16 જુનથી 15 ઓકટોબર સુધી ખાસ સિંહ અન્ય વન્ય પ્રાણીઓનો ચોમાસામાં મેટીંગ પિરીયડ હોય છે. જેથી ચાર માસ જંગલમાં પ્રવેશવાની મનાઈ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.
ગીરનાર જંગલ માટે ડીસીએફ અક્ષય જોષીના જણાવ્યા મુજબ સવારે 4 અને બપોર બાદ 3 મળી કુલ 7 પરમીટ સિંહદર્શન માટે બુકીંગ થયું હતું. એક પરમીટમાં પુકત વયના 6 સાથે એક બાળક 3થી 12 વર્ષને મંજુરી આપવામાં આવે છે. આમ પ્રથમ દિવસે 40થી વધુ પ્રવાસીઓ સિંહ દર્શન માણી શકશે.
અત્યાર સુધીમાં ગીરનાર જંગલમાં 75 પરમીટનું એડવાન્સ બુકીંગ થયું છે. ગીરનાર નેચરલ પાર્કમાં 56 સિંહ 65 દિપડા સામે 11610 તૃણહારી- પ્રાણીઓ નોંધાયા છે.
સાસણ ગીર ખાતે વન વિભાગ દ્વારા પ્રથમ દિવસે સહેલાણીઓને ગુલાબના ફુલ આપી આવકારી લીલીઝંડી આપી પ્રથમ ટુકડીને પ્રસ્થાન કરાવ્યું હતું.
દેશ વિદેશના પ્રવાસીઓને નજરમાં રાખી ધસારાને પહોંચી વળવા 100 નવી મોડીફા,ડ કાર કાર્યરત કરવામાં આવી છે. તેમાં 6 પ્રવાસીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ 150 પરમીટો આપવામાં આવશે. વહેલી સવારે 6 કલાકે 50 સવારે 9 કલાકે 50, બપોરના 3 કલાકે 50 પરમીટ આપવામાં આવશે. ઉપરાંત રજાના દિવસોમાં 180 પરમીટ કઢાશે.
ત્યારે દરેક ટ્રીપમાં 10 પરમીટ અપાશે જીપ્સીનું ભાડુ બે હજાર હતું તે હવે મોડીફાઈડ કારના ભાડામાં પ્રવાસીઓએ સહન કરવો પડશે. એક પરમીટ ચાર્જ રૂા.400 ગાઈડ ચાર્જ અને મોડીફાઈડ કાર મળીને રૂા.3500 ચુકવવા પડશે આજથી સાસણ ગીર લીલાછમ જંગલ વહેતા ઝરણા પક્ષીઓના મીઠા કલરવ વચ્ચે કુદરતના ખોળે ગીર અને ગીરનાર જંગલ ધમધમતું થયું છે.