આવકવેરાનાં જુના કેસોના નિકાલ માટે સરકાર દ્વારા વિવાદ એ વિશ્વાસ સ્કીમ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા તેના માટેની માર્ગદર્શિકા નોંધ જારી કરવામાં આવી છે.
21 જુલાઈ 2024 સુધી સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ, ઈન્કમટેકસ ટ્રીબ્યુનલ, કમીશ્નરો/જોઈન્ટ કમીશ્નર (અપીલ) સમક્ષ કેસ પેન્ડીંગ હોય તેવા કરદાતા જ આ સ્કીમનો લાભ લઈ શકશે.યોજનામાં ડીઆરપી સમક્ષનાં પેન્ડીંગ કેસ તથા ઈન્કમટેકસ કમિશ્નર સમક્ષ પેન્ડીંગ અરજી પણ સામેલ થઈ શકશે.
31 ડીસેમ્બર સુધીમાં લાભ લેવામાં આવે તો વિવાદીત ટેકસ ડીમાંડનાં 100 ટકા નાણાની ચુકવણી કરવાની રહેશે અને વ્યાજ-પેનલ્ટી માફ થઈ જશે.
ઈન્કમટેકસ રીટર્ન ભરવાનું સરળ થશે: નવુ પોર્ટલ તૈયાર
કરદાતાઓની મુશ્કેલી દુર કરવા માટે પ્રક્રિયામાં નિયમીત રીતે સુધારા કરી રહેલા આવકવેરા વિભાગ કે રીટર્ન ભરવા માટે ઈ-ફાઈલીંગ આઈટીઆર પોર્ટલમાં મોટા બદલાવ કરવાની તૈયારીમાં છે તેનાથી રીટર્ન ભરવાનું સરળ બનશે.
આવકવેરા વિભાગનાં ઈન્ટરનલ સરકર્યુલેશનના આધારે એવુ બહાર આવ્યુ છે કે નવુ આઈટીઆર ઈ-ફાઈલીંગ પોર્ટલ તુર્તમાં લોન્ચ થશે.પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વર્તમાન ઈન્ટીગ્રેટેડ ઈ-ફાઈલીંગ તથા સેન્ટ્રલાઈઝડ પ્રોસેસીંગ સેન્ટર 2.0 નુ ઓપરેશન ખત્મ થઈ જશે અને તેના સ્થાને આઈઈસી 3.0 શરૂ થશે.
કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગમે તેવો ઘસારો હોય કયારેય ઈ-કોમર્સ પ્લેટફોર્મ ક્રેશ થતુ નથી. જયારે આવકવેરા પોર્ટલ રીટર્ન ફાઈલ કરવાના અંતિમ દિવસોમાં ડચકા ખાવા લાગતુ હોય છે. એટલે તે અપગ્રેડ કરવાનું અનિવાર્ય છે.