નવરાત્રીને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : ખેલૈયાઓ માટે કોઈ સમય મર્યાદા નહીં : નાના વેપારીઓ પણ મોડા સુધી વેપાર કરી શકશે ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત : લોકો ઈચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે : પોલીસને પણ સુચના આપવામાં આવી છે : લાઉડ સ્પીકર અંગે ગૃહમંત્રીનું મૌન
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે.
આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે ૧૨ વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા. પર ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર આપી છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો કયાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.જોકે, હર્ષ સંઘવીએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, ટેક્રિકલ જે વિષય છે તેમાં હું વધારે ઉંડાણમાં નહીં જઉં, પરંતુ વરસાદ વચ્ચે પણ લોકો ઉત્સાહ પૂર્વક અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકશે. સવારે ૫ વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. તેમ વિવિધ ટીવી ચેનલો જણાવી રહી છે.
ગળહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે. નાના વ્યાપારી મોડી રાત સુધી વેપાર કરી શકશે. પોલીસને ખાસ સૂચના અપાઈ છે. નાગરીકો જવાબદારી પૂર્વક ઝથ્નો ઉપયોગ કરે. લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની છે.
કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, પણ આખી રાત ગરબા થશે.
હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે એક મોટી ખબર એ છે કે, આ નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમી શકશે.