ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટમાંની એક સ્ક્વોડ્રન લીડર મોહના સિંઘ હવે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે ભારતના ‘મેડ ઈન ઈન્ડિયા’ LCA તેજસ ફાઈટર જેટ્સની 18 ‘ફ્લાઈંગ બુલેટ્સ’ સ્ક્વોડ્રનમાં જોડાનાર પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બની ગઈ છે. ભારતીય વાયુસેનામાં મહિલાઓ માટે આ પગલું એક મોટી સફળતા છે.
તાજેતરમાં જ જોધપુરમાં ‘તરંગ શક્તિ’ નામની કવાયત થઈ હતી, જેમાં ત્રણેય સેનાના વાઇસ ચીફ સાથે મોહના સિંઘે ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમણે તેજસ જેટમાં ઉડાન ભરતા પહેલા તમામ જરૂરી સૂચનાઓ આપી અને સેના અને નૌકાદળના નાયબ વડાઓને મદદ કરી.
મોહના સિંઘ, ભાવના કાંત અને અવની ચતુર્વેદી ભારતીય વાયુસેનાની મહિલા ફાઈટર પાઈલટના પ્રથમ જૂથનો ભાગ હતા. હવે મોહના એલસીએ તેજસ જેટ ઉડાવી રહી છે, જ્યારે તેનો સાથી Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટ ઉડાવી રહ્યો છે. ભારતની ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવા માટે પણ આ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.