અમદાવાદઃ શહેરમાં (Ahmadabad crime news) અગાઉ પોક્સો એકટ હેથળ એક ફરિયાદ નોંધાય હતી. જે ગુન્હાની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરતા ભોગબનનાર બાળકી તથા અપહરણ કરનારને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુન્હાની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હેઠળના AHTU(એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટ) વિભાગને સોંપવામાં આવી હતી. Ahmadabad crime news
દરમ્યાન અપહરણ થનાર બાળકીના પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ દાખલ કરાવી હતી. આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ બાળકી તથા આરોપીની તપાસમાં જોડાઈ ગઈ હતી, પરંતુ આરોપી ખુબજ ચાલાક હોય એક વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. અને તેની માહીતી પોલીસને ન મળે તે હેતુથી આજદીન સુધી ઓળખ છુપાવી ફરતો હતો.
જોકે પોલીસે બાળકીને બચાવા તેમજ આરોપીને ઝડપી પાડવા કમર કસી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તથા AHTU ની ટીમો દ્વારા ગુજરાત રાજયના તમામ શહેરો તથા જીલ્લા તેમજ રાજસ્થાનના આબુરોડ, ફાલના, જોઘપુર તેમજ મહારાષ્ટ્રના મુંબઇ, નાગપુર, પુના, તથા દિલ્હી તથા રેડ એલર્ટ એરીયા વગેરે સ્થળો પર જઇ ભોગબનનારને શોધવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપી અંકુર શર્માની માહીતી મેળવતા તે તથા ભોગબનનાર બન્ને અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં કોઇ કારખાનામાં નોકરી કરતા હોવાની માહીતી મળી હતી. જે આધારે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં બન્નેને પોલીસ ઉઠાવી લાવી હતી.