સુરતઃ પાવાગઢમાં (Pavagadh jain protest) બનેલ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. પાવાગઢમાં જૈન મંદિરોમાં પ્રતિમાઓ ખંડિત કરવાનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં જૈન સમાજના લોકો તથા સાધુ સંતો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. સુરતમાં પણ મોડી રાતે જૈન સમાજના લોકો તથા સાધુ સંતો દ્વારા વિરોધ પ્રદર્શન Pavagadh jain protest કરવામાં આવ્યો હતો.
જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી સમગ્ર કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આવુ કૃત્ય કરનાર દોષીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ગત મોડી રાતથી હાલ સુધી જૈન સમાજના સાધુ સંતો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસ્યા હતા.
મળતી માહિતી મુજબ મહાકાળી મંદિરે જતા પગથિયાની બન્ને બાજુ વર્ષો જુના જૈન તીર્થ મંદિરો આવેલા છે. જેને વિકાસના નામે તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જેને પગલે રવિવારે સાંજે જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા. બાદમાં તેમણે તોડફોડ રોકીને તાબડતોડ જવાબદારો સામે પગલા લેવાની માગ કરી હતી.
જૈન તીર્થ સમિતિનું કહેવું છે કે પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તીને દ્વેષભાવ સાથે લાગણી દુભાવાના હેતુ સાથે તોડી પાડવામાં આવી છે. અમારે આશ્વાસન જોઈતા નથી. પણ અમને રીઝલ્ટ જોઈએ છે. અમારા પાલિતાણાના આશુ હજી શુકાયા ત્યારે હવે આ ઘટના બની છે, મુદ્દો માત્ર પાવાગઢનો નથી અમારી પાસે આવા ઘણા મુદ્દા છે. સગો દિકરો મરે એનાથી વધુ વેદના મારા મનમાં છે.