આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો સીબીઆઈને સોંપવામાં આવ્યા છે. કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, કોર્ટના આદેશ મુજબ, એસઆઈટીએ શુક્રવારે આરજી કરમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપી દીધા છે.
દરમિયાન, મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ સોલ્ટ લેકના CGO કોમ્પ્લેક્સ સ્થિત CBIની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઈ છેલ્લા આઠ દિવસથી સંદીપની પૂછપરછ કરી રહી છે.