સુરતઃ શહેરના સૌથી મોટા મોલ VR મોલને આજે એક ઈમેઈલ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે, ‘જેટલાને તમે બચાવવા માંગો છો તેને બચાવી લો, અહીં બ્લાસ્ટ થઈ જશે’. મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉમરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને બોમ્બ સ્ક્વોડ સહિત તમામ લોકેશન પર પહોંચી ગયા હતા. મોલની અંદરથી તમામ લોકોને બહાર કાઢ્યા બાદ પોલીસ સ્નિફર ડોગ્સની મદદથી તપાસ કરી રહી છે.
યુરોપથી આવ્યો ધમકીભર્યો મેઈલ
ઉલ્લેખનીય છે કે સુરત સાયબર ક્રાઈમ ટીમની તપાસમાં બહાર આવ્યું છે કે મેઈલ યુરોપના કોઈ દેશમાંથી મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ VR મોલના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યો હતો. દરમિયાન સઘન સર્ચ ઓપરેશન પછી પણ પોલીસને પરિસરમાંથી કોઈ બોમ્બ મળ્યો ન હતો. થોડા મહિના પહેલા વીઆર મોલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ બીજી વખત છે જ્યારે મોલમાં બોમ્બની ધમકી મળી છે.
દેશભરમાં 52 સ્થળોએ સમાન ધમકીના ઇમેઇલ્સ
અહેવાલો સૂચવે છે કે છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં 52 સ્થળોએ સમાન બોમ્બ ધમકીના ઇમેઇલ્સ પ્રાપ્ત થયા હતા. VR મોલ, જે સુરત-ડુમસ રોડ પર આવેલો છે તે સુરતના સૌથી વ્યસ્ત શોપિંગ સ્થળોમાંનું એક છે. પોલીસના જણાવ્યા અનુસાર મોલના મેનેજમેન્ટ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો અને સાંજે વિસ્ફોટ થવાનો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પરિસરમાં સર્ચ કરી હતી. જાણવા મળ્યું છે કે મોલમાંથી લગભગ 2000 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Bomb threat to 2 malls in #Delhi NCR
— Siraj Noorani (@sirajnoorani) August 17, 2024
Threatening emails were received at DLF Mall in #Noida and Ambience Mall in #Gurugram, both malls were evacuated pic.twitter.com/mMHhYVSqYK
Deserted look at the busy City Centre at Guwahati in Assam. PVR is vacated & notice by mall authority. Police team reached to investigate bomb hoax or suspected materials.
— Digjyoti Lahkar (@DigjyotiLahkar) August 19, 2024
ব্যস্ত চিটি চেণ্টাৰৰ সোমবাৰৰ দৃশ্য। খালি কৰা হৈছে সমগ্ৰ চৌহদ। বোমাতংক নে আন কিবা আৰক্ষী অনুসন্ধানত নামিছে। pic.twitter.com/J6eReytCt3
Bomb threat received at VR Malls across India, investigations are going on by #PunjabPolice in #VRMall #Mohali too#Bombthreat #Mohali #Surat #Chennai pic.twitter.com/LnJHQPJEL3
— Gautam Rishi 🇮🇳 (@GautamRishi1) August 19, 2024