મુંબઈ, 10મી ઑગસ્ટ 2024: વીમા ક્ષેત્રની કંપનીઓ એલઆઇસી, ટાટા એઆઇએ ઇન્શ્યોરન્સ, આઇસીઆઇસીઇ લોમ્બાર્ડ અને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો, બ્લિન્કિટ અને અન્ય ટુંકાગાળા કે પ્રોજેકટ બેઝ કર્મચારીની ભરતી કરતાં કોર્પોરેટ્સ ધારાવી જોબ ફેરમાં હજારો ધારાવીકરને નોકરી પ્રદાન કરવા માટે તૈયાર છે, આમ ધારાવીમાં આ પ્રકારનુ પ્રથમવાર મોટે પાયે રોજગાર અભિયાન હાથ ધરાશે.
ધારાવી જોબ ફેર-રોજગાર મેળો તારીખ 11 ઓગસ્ટ, 2024 ના રોજ ધારાવી, મુંબઈમાં શ્રી ગણેશ વિદ્યા મંદિર હાઈસ્કૂલ ખાતે સવારે 9:30 વાગ્યે યોજાશે, જેનું આયોજન ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) દ્વારા સંયુક્તપણે કરવામાં આવી રહ્યું છે અને કૌશલ્ય પ્રશિક્ષણ સંસ્થા ક્ષેત્રની સંસ્થા સેપીયો એનાલીટીક્સના સહયોગથી યોજાશે.
ડીઆરપીપીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ રોજગાર મેળો ધારાવીમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની પહેલ છે. જેઓ રોજગારીની આ પ્રકારની તકથી વંચિત છે. તે ધારાવિકર માટે આ ફેર સારી તકનું પ્રતીક છે ,જે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ જોબ ફેરમાં અનેક કોર્પોરેટસ હાજર રહેશે. જે વિવિધ પહેલ દ્વારા, રહેવાસીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્ન કરવાની સાથે શિક્ષણ, રોજગાર અને સામાજિક વિકાસ માટેની તકો પ્રદાન કરશે.”
પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે, “ધારાવીની યુવા પેઢી પાસે કારકિર્દીના વિવિધ વિકલ્પો શોધવાની આ તક છે. જીવનને આગળ વધારવા માંગતા ઘણા યુવાન વ્યક્તિઓ માટે જોબ ફેર એક ગેમ-ચેન્જર સમાન છે.”
આ જોબ ફેરમાં વિવિધ ઉદ્યોગોના 30 થી વધુ નોકરી ઓફર કરતી કંપનીઓનો સમાવેશ છે, જેમાં નાણાકીય સંસ્થાઓ, રિટેલ, ફૂડ ડિલિવરી કંપની સહિત અન્ય કંપનીઓ , નોકરીઓની વિશાળ શ્રેણી ઓફર કરવા માટે જોબ ફેરમાં હાજર રહેશે. તેઓ ધારાવીના બેરોજગારો અને આંશિક રીતે રોજગારી ધરાવતા યુવાનો માટે રોજગાર મેળવવાનું પ્લેટફોર્મ બનશે .
ધારાવી એક મિની-ભારતનું પ્રતિબિંબ છે, ત્યારે તેની સમૃદ્ધ અનૌપચારિક અર્થવ્યવસ્થા પણ ઘણા નાના ઉદ્યોગો અને સાહસોમાં સંકલનકર્તાની ભૂમિકા ભજવે છે જ્યાં હજારો લોકો દૈનિક વેતન પર કામ કરે છે. જો કે, કૌશલ્ય કુશળતા પ્રમાણમાં ઓછી છે. વધુ સારી સ્કીલ અપગ્રેડ ન કરવાને પગલે મોટાભાગના કારીગરો સમાન પ્રકારના કામ જ ચાલુ રાખે છે.
DRPPL વિશે
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) એ મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે. ધારાવીકરોને આધુનિક આવાસ પ્રદાન કરીને અને તેમની સહજ ઉદ્યોગસાહસિક ભાવનાને જાળવી રાખીને તેમના જીવનમાં પરિવર્તન અને અપગ્રેડ કરવાનો DRPPLનો પ્રયાસ છે. આ માનવ-કેન્દ્રિત પરિવર્તન જગ્યાઓનું પુનઃનિર્માણ કરવા અને સમુદાયના જીવનના સારની પુનઃશોધ કરવા વિશે છે, જે નાગરિક સુવિધાઓ સાથે સ્વચ્છ વાતાવરણનું સર્જન કરવા સાથે સાથે, બધાં જ બેન્ચમાર્ક સાથે વર્ગમાં શ્રેષ્ઠ એવી પરિવહન, કનેક્ટિવિટી, વીજળી, પાણી અને ઇન્ટરનેટની અત્યાધુનિક આવશ્યકતાઓને ઉપલબ્ધ બનાવવાનું લક્ષ ધરાવે છે.