અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ વાયનાડમાં ભૂસ્ખલનને કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. અદાણી ગ્રુપના વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં 5 કરોડ રૂપિયાનું યોગદાન આપીને તેમનો ટેકો આપી રહ્યા છે.
Deeply saddened by the tragic loss of life in Wayanad. My heart goes out to the affected families. The Adani Group stands in solidarity with Kerala during this difficult time. We humbly extend our support with a contribution of Rs 5 Cr to the Kerala Chief Minister's Distress…
— Gautam Adani (@gautam_adani) July 31, 2024
વાયનાડમાં ભૂસ્ખલનને કારણે 330 લોકોએ જીવ ગુમાવ્યા
કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં મંગળવારે ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે, જ્યારે 200 લોકો ગુમ છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વાયનાડમાં બચાવ કામગીરી યથાવત
વાયનાડમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું, ‘ગૂમ થયેલા લોકોની શોધ માટે નદીમાં બચાવ કામગીરી ચાલુ રહેશે. બચાવાયેલા લોકોને અસ્થાયી ધોરણે કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. પુનર્વસન કાર્ય શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવશે, જેમ કે અમે અગાઉની પરિસ્થિતિઓમાં પણ કર્યું છે. હું મીડિયાને વિનંતી કરું છું કે તેઓ લોકોને મળવાનું અને કેમ્પની અંદર ફિલ્માંકન કરવાનું ટાળે. તમે કેમ્પની બહાર તેમની સાથે વાત કરી શકો છો, વ્યક્તિઓની ગોપનીયતાનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.