વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના આદમપુર પહોંચ્યા છે તે વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ત્રાસવાદ સામે જબરુ ઓપરેશન શરુ થયુ છે અને સોપિયામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે અને હજુ વધુ આતંકીઓને ઘેરી લીધા છે.
ઓપરેશન સિંદુર બાદ આ સૌથી મોટુ ત્રાસવાદી ઓપરેશન હોવાનું મનાય છે. સોપિયામાં આતંકીઓ કોઈ હુમલો કરવાના પ્લાન કરી રહ્યા હોય તેવા સંકેતો વચ્ચે અચાનક જ આજે સવારથી દ.કાશ્મીરમાં સુકુર કેલર વિસ્તારમાં સુરક્ષાદળોએ ઓપરેશન શરુ કર્યુ છે.
અત્યાર સુધીમાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા છે જયારે અન્ય ત્રાસવાદીઓ સામે કાર્યવાહી ચાલુ છે. આમ હવે પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ કાશ્મીરમાં આંતરિક રીતે પણ સેનાએ જબરુ ઓપરેશન શરુ કર્યુ છે અને પહેલગામ હુમલા સહિતના આરોપી ત્રાસવાદીઓનો પણ પીછો કરશે તે નિશ્ર્ચિત છે.