અત્રે આવેલા પ્રસિધ્ધ પદ્વનાભ મંદિરમાં એક સોનાની છડ ગાયબ થઈ ગઈ હતી.બાદમાં આ સોનાની છડ મંદિર પરિસરમાં જ મળી આવી હતી. પોલીસે જણાવ્યુ હતું કે છડ બાદમાં રેતીમાં દટાયેલી મળી આવી હતી તેને શોધવા માટે સ્નીફર ડોગની મદદ લેવાઈ હતી. 12 સેન્ટીમીટર લાંબી સોનાની છડ (વેલ્ડીંગ રોડ) તેને સોનિએ ગર્ભગૃહના દરવાજામાંથી કાઢવામાં આવેલ સોનામાંથી બનાવવામાં આવી હતી.સીસીટીવીમાંથી ન કોઈ અંદર આવતુ કે ન કોઈ બહાર જતુ દેખાયુ હતું તો સોનાની છડ મંદિર પરિસરમાં કેવી રીતે પહોંચી?
મંદિરમાંથી સોનાની છડ ગાયબ થવી અને ફરી અચાનક મળી જવી આ બાબત લોકોને આશ્ચર્ય પમાડે છે. કેટલાંક લોકો તેને ભગવાનનો ચમત્કાર માને છે. છડ પર રેતી પણ ચોટેલી છે.ભકતો કહે છે ખુદ ભગવાન પોતાની છડ બહાર લઈ આવ્યા છે. છડને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
ખરેખર તો 27 એપ્રિલે મંદિરના ગર્ભગૃહનાં દરવાજાનું રિપેરીંગ ચાલી રહ્યું હતું. દરવાજામાંથી સોનાની ધાતુ કાઢવામાં આવી હતી. તેમાંથી એક ધાતુને પીગળાવીને વેલ્ડીંગ રોડ બનાવવામાં આવ્યો હતો.તેનો ઉપયોગ સેનાના દરવાજા પર સોનાની પ્લેટોને વેલ્ડ કરવા માટે થવાનો હતો.
આ કામ બુધવારે સાંજ સુધી ચાલ્યુ હતું. મંદિરના અધિકારીઓએ સોનાની બધી વસ્તુઓ એક કપડાની થેલીમાં મુકીને સ્ટ્રોંગ રૂમમાં રાખી હતી ગુરૂવાર અને શુક્રવારે કોઈ કામ નહોતું થયું. શનિવારે જયારે કપડાની બેગ કાઢવામાં આવી તો છડ ગાયબ હતી.
નવાઈની વાત હતી કે, સીસીટીવીમાં કોઈ કડી નહોતી મળી. પોલીસે જણાવ્યું હતું કે, જે વ્યકિતએ બુધવારે સાંજે સ્ટ્રોંગ રૂમ બંધ કર્યો હતો. તેણે શનિવારે તેને ખોલ્યો ત્યારે સોનાની છડ મળી આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલુ છે. સોનું રાખવાની જવાબદારી જે લોકોએ રાખી હતી તેમની સામે બીએનએસની ધારાઓ અંતર્ગત આરોપ લગાવાશે.અમે એ પણ જોઈશુ કે કયાંક કોઈએ કાનુની વિવાદથી બનવા છડ પાછી નથી મુકી દીધીને.
પોલીસને શંકા છે કે, આ ચોરીમાં મંદિરનો જ કોઈ વ્યકિત સામેલ હોઈ શકે છે.કારણ કે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં નહોતો આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી નથી. પણ જયાં કામ ચાલી રહ્યું છે ત્યાં સીસીટીવી છે.
પોલીસે એ પણ પતો લગાવવાની કોશીશ કરી હતી કે શું ખરેખર ચોરીની કોશીશ થઈ હતી કે પછી સોનું રાખનારાઓની કોઈ ભૂલ હતી.