પહેલગામ હુમલા બાદ આતંકીઓને ‘શિક્ષા’ કરવા ભારતે પાડોશી પાકિસ્તાનમાં બહાવલપુર સહિત પાક કબ્જાના કાશ્મીર અને પાક પંજાબમાં ત્રાસવાદી મથકોને નિશાન બનાવીને ભારતે કરેલી મર્યાદીત સર્જીકલ સ્ટ્રાઈકથી ધુવાપુવા થયેલા પાકિસ્તાને ગઈકાલે એક દૂસાહસમાં ગુજરાતના ભૂજ સહિત દેશના 15 સરહદી મહાનગરો અને શહેરો પર હુમલાના કરેલા પ્રયાસને મારી હટાવાયા બાદ પણ પાકે હુમલા ચાલુ રાખતા રાત્રીના 10 વાગ્યાથી ભારતે તમામ તાકાતથી વળતા હુમલા શરૂ કરી દીધા છે.
ભારતીય ભૂમીદળ- હવાઈદળ તથા નૌકાદળ ત્રણેયએ એક સાથે સંક્રમીત હુમલામાં પાક કબ્જાના કાશ્મીર ઉપરાંત લાહોર, કરાચી, રાવલપીંડી સહિતના પાકના પાંચ શહેરોને નિશાન બનાવીને ડ્રોન મિસાઈલ હુમલા કર્યા છે.
જેમાં પાકમાં તબાહીના અને નાસભાગના દ્રશ્યો છે. ભારતીય સેનાએ પાક કબ્જાના કાશ્મીર અને ખાસ કરીને ત્રાસવાદીઓના ગઢ જેવા શિયાલકોટ સુધી મિસાઈલ દાગ્યા હતા.
કોટલી ક્ષેત્રમાં પણ ભારે તબાહી સર્જી છે તો હવાઈ ક્ષેત્રમાં દેશના વધુ શહેરો પર પાકના મિસાઈલ ડ્રોન હુમલાને તોડી પાડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ રીતે પાક હવાઈદળના એક એફ-16 તથા બે જેએફ-17 સહિત 4 લડાયક વિમાનોને પણ અલગ અલગ રણભૂમિ પર તોડી પાડવામાં આવ્યા હતા.
જેમાં રાજસ્થાનમાં એક સહિત બે પાક પાઈલોટ પણ ઝડપાઈ ગયા છે તો ત્રીજી તરફ નૌકાદળે તેના શક્તિશાળી વિમાન વાહક જહાજ ‘વિક્રમાદીત્ય’ને ડયુટી પર લાવીને કરાચી બંદર પર ભારે હુમલો કર્યો છે. ગઈકાલે પાકના લાહોરમાં તૈનાત એર ડિફેન્સ સિસ્ટમ તોડી પડાયા બાદ રાત્રીના ભારતીય હુમલો છેક પાકના પાટનગર રાવલપીંડી સુધી પહોંચી ગયો હતો.
પાકની તમામ હવાઈ સિસ્ટમને ભેદીને ઈસ્લામાબાદમાં ભાજપ ડ્રોન પહોંચી જતા જ પાક સેનામાં જબરો હડકંપ વ્યાપી ગયો છે અને ઈસ્લામાબાદને રાત્રીના બ્લેકઆઉટ હેઠળ મુકી દેવાયુ હતું. જો કે પાકના પાટનગરમાં અનેક સ્થળોએ ભારતના આત્મઘાતી ડ્રોન હુમલાથી ભારે નુકસાન થયું છે.
ભારતના 15 શહેરોને નુકસાન બનાવવાની ગુસ્તાખી કરનાર પાક માટે હવે તેના શહેરોને સલામત રાખવાનું અઘરુ બની ગયુ છે. પાકના લાહોરથી ઈસ્લામાબાદ-પેશાવર-કરાચી તથા શિયાલકોટ શહેર ભારતના નિશાન પર આવી ગયા છે.
પાકિસ્તાને ગઈકાલથી જ ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધુ હોય તેમ જમ્મુ-કાશ્મીર-પંજાબ-રાજસ્થાન તથા ગુજરાત સરહદે મોરચા ખોલી નાખ્યા હતા પણ ભારતે તેનો વળતો જવાબ આપવાનો પ્રારંભ કરી દીધો હતો. ખાસ કરીને આ રાજયના અનેક શહેરોમાં પાકના ડ્રોન-મિસાઈલ હુમલાની સાયરનો ગાજી ઉઠી હતી અને તુર્તજ બ્લેકઆઉટ જાહેર કરીને સેનાએ મોરચો સંભાળી લીધો હતો.
લાહોરની નેવી કોલોની જે સૌ પ્રથમ ભારતના નિશાન પર આવી હતી તે ડ્રોન હુમલાથી પુરી તોડી પાડવામાં આવી છે. ભારતીય સેનાએ રાત્રીના 11.47ના જ ટવીટ કરીને પાકના દરેક હુમલાને નિષ્ફળ બનાવવાની જાહેરાત કરી હતી તો બીજી તરફ રાજસ્થાન સરહદે પાકે જેસલમેર તથા બીકાનેર સરહદે ટેન્ક દળો ખડકી દીધા હોવાના ખબર મળતા જ ભૂમિદળ પણ સાવધ થયુ હતું.
ખાસ કરીને પાકના હવાઈ હુમલાને તોડી પાડવા ભારતે પ્રથમ વખત તેની ચારેય એર વોર્નિંગ સીસ્ટમ એકશનમાં મુકી જેમાં રશિયન બનાવટની એસ-400 ઉપરાંત એલ-70, ઝેડએસયુ-23 અને શિખા સીસ્ટમે રંગ રાખ્યો હતો અને આકાશ મિસાઈલ સિસ્ટમે પણ પાક દળોના એકપણ હુમલાને સફળ થવા દીધા ન હતા.
ગઈકાલે રાત્રીભર જમ્મુ-કાશ્મીરથી રાજસ્થાન અને ગુજરાતની સરહદો સુધી સમાન બ્લેકઆઉટ તથા તકેદારીના સાયરન વાગતા રહ્યા હતા પણ કોઈ એક સ્થળ પર પાક હુમલાને સફળ થવા દેવાયો નહી. બીજી તરફ પાકમાં રાતભર દહેશત ચાલુ રહી હતી અને વારંવાર લાહોરથી ઈસ્લામાબાદ સુધી ભારતીય ડ્રોન ઘુસી ગયા હતા. રાત્રીભર ભારતની હવાઈ સીમામાં લડાયક વિમાનો ઉડતા રહ્યા અને પાકની હવાઈ ઘુસણખોરી નકામીયાબ બનાવી હતી તો બીજી તરફ દિલ્હીમાં આર્મીનો વોરરૂમ પણ ધમધમતો રહ્યો. સેનાની ત્રણેય પાંખના વડા અને ડિરેકટર જનરલ ઓફ મીલીટ્રી ઓપરેશનમાં ભારતના જવાબનો દૌર સંભાળ્યો હતો.