અમદાવાદ: અદાણી પોર્ટફોલિઓની કંપની અદાણી પાવર લિ.એ ૩૧ માર્ચ-૨૦૨૫ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસિક અને પૂરા વર્ષના પરિણામોની આજે જાહેરાત કરી છે. તે મુજબ નાણાકીય વર્ષ 25 માં 102 અબજ યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે. આ સમયગાળા દરમિયાન કર બાદનો નફો સતત 21.4% વધીને રૂ. 13,926 કરોડ થયો છે જ્યારે એબિડ્ટા 14.8% વધીને રૂ. 21,575 કરોડ રહ્યો છે. વર્ષ દરમિયાન આવક 10.8% વધીને રૂ.56,473 કરોડ થઇ છે.
અદાણી પાવર લિ.ના સીઈઓ એસ બી ખ્યાલિયાએ પરિણામો અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટફોલિયો કંપનીઓની તાકાત અને સ્થિતિસ્થાપકતા દર્શાવતા અદાણી પાવરે નાણાકીય વર્ષ 2024-25માં સતત શ્રેષ્ઠ કામગીરી અને નાણાકીય પ્રદર્શન કર્યું છે. લાંબા ગાળે શ્રેષ્ઠ વળતર આપવાનું ચાલુ રાખવા માટે વ્યવસાયિક ભાવિને તૈયાર કરવા માટે અમે અમારી કુશળતાનો ઉપયોગ કરી રહ્યા છીએ. ટકાઉપણું પ્રત્યેની અમારી અવિરત પ્રતિબદ્ધતાએ અમોને અનેક ગણતરીઓ પર વિશ્વના શ્રેષ્ઠ થર્મલ પાવર ઉત્પાદકોમાં સ્થાન આપ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
નાણાકીય વર્ષ 24 માં 85.5 અબજ યુનિટમાં 19.5% વધારા સાથે નાણાકીય વર્ષ 25 માં 102.2 અબજ યુનિટ વીજ ઉત્પાદન થયું છે. વીજળીની મજબૂત માંગ અને ઉત્તમ કાર્યશૈલીના કારણે એકીકૃત વીજ વેચાણ નાણાકીય વર્ષ 24 માં 79.4 અબજ યુનિટમાં 20.7% વધારા સાથે નાણા વર્ષ-૨૫માં 95.9 અબજ યુનિટ થયું છે. જ્યારે
એકીકૃત સતત કુલ આવક નાણાકીય વર્ષ-24માં રુ.50,960 કરોડની તુલનાએ નાણાકીય વર્ષ 25 માં 10.8% વધીનેરુ.56,473 કરોડ થઇ છે. મુખ્યત્વે ઉંચી આવક અને બળતણના ઓછા ભાવને કારણે.નાણાકીય વર્ષ 25ના અંતે એકીકૃત એબિડ્ટા 14.8% ઉંચો રહેવા સાથે રૂ.21,575 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ 24 માં એબિડ્ટા રુ.18,789 કરોડ હતો.
નાણાકીય વર્ષ 25ના અંતે સુધરેલ EBITDA અને નીચા નાણાં ખર્ચને કારણે કર પહેલાંનો એકીકૃત નફો 21.4% વધી રૂ.13,926 કરોડ જે નાણાકીય વર્ષ-24 માં રુ.11,470 કરોડ હતો. વધતી જતી વીજળીની માંગ અને ઉંચી ઓપરેટિંગ ક્ષમતાના કારણે નાણાકીય વર્ષ- 25ના આખરી ત્રિમાસમાં એકીકૃત વીજળીના વેચાણના વોલ્યુમમાં 18.9% વધારા સાથે 26.4 અબજ યુનિટ થયું હતું જે નાણા વર્ષ-24 ના સમાન ગાળામાં 22.2 અબજ યુનિટ હતું.
મુખ્યત્વે ઉચ્ચ વોલ્યુમ અને નીચા ટેરિફના કારણે નાણા વર્ષ- 25ના આખરી ત્રિમાસમાં એકીકૃત કુલ આવક 5.3% વધીને રૂ.14,522 કરોડ થઇ હતી. જે નાણા વર્ષ-24ના સમાન સમયમાં 13,787 કરોડ હતી. માંગમાં ધીમી વૃદ્ધિ અને નીચલા વેપારી ટેરિફ ઉપરાંત તાજેતરના હસ્તાંતરણના વધારાના ઓપરેટિંગ ખર્ચને કારણે નાણાકીય વર્ષ-25ના આખરી કવાર્ટરમાં એકીકૃત એબિડ્ટા રૂ.5,098 કરોડ હતો જે આ પહેલાના નાણાકીય વર્ષના સમાનગાળામાં રૂ.5,273 કરોડ હતો. નાણા વર્ષ-25ના છેલ્લા ક્વાર્ટરમાં માંગમાં ધીમી વૃદ્ધિ અને નીચલા વેપારી ટેરિફ ઉપરાંત નવા હસ્તાંતરણ અને ઉચ્ચ અવમૂલ્યનને કારણે કર પહેલાનો એકીકૃત નફો રૂ.3,248 કરોડ હતો જે અગાઉના નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. 3,464 કરોડ હતો.