ભારત અને પાકિસ્તાનની સીમા પર તનાવ વચ્ચે ચીન પણ કોઈ અડકલુ ન કરે તે માટે લદાખ સીમા પર ભારતીય દળોની તૈનાતી વધારવામાં આવી છે. ઉપરાંત પેટ્રોલીંગ તેમજ તકેદારી ટુકડીઓની સંખ્યા વધારવામાં આવી છે.
જો કે હાલની સ્થિતિમાં કોઈ આક્રમક પગલુ ભરે તેવી શકયતા નથી. પરંતુ ભારતીય દળો કોઈ ગફલતમાં રહી જવા માંગતા નથી અને પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં અચાનક જ ચાઈના મોરચો પણ સંભાળવો પડે તો તેની તૈયારીઓ પણ અત્યારથી કરવામાં આવી છે . ગત વર્ષે તા.21 ઓકટોબરના રોજ ભારત અને ચીન વચ્ચે થયેલી સમજુતી મુજબ બંને દેશોએ તેમના દળોને નિર્ધારિત પોઈન્ટ સુધી પાછા ખેંચી લીધા હતા પરંતુ વર્તમાન સ્થિતિમાં ફરી એક વખત ભારતે આ સરહદને ગંભીરતાથી લેવા નિર્ણય લીધો છે અને ખાસ કરીને લદાખ ક્ષેત્રને સુરક્ષિત રાખવા પણ તૈયારી કરી છે.