આ વર્ષનો આઈપીએલ હવે રોમાંચક તબકકામાં છે અને અગાઉ પોઈન્ટ ટેબલના તળીયે રહેલી અનેક ટીમો હવે ડાર્ક હોર્ષની જેમ સુપર 8 માં આવી શકે છે. તેની સાથે હવે વેકેશન પણ શરૂ થઈ જતા દર્શકો વધી જશે.
તેમાં હાલમાં જ કેન્દ્ર સરકારે આઈપીએલમાં તંબાકુ, શરાબની એડ. પછી તે સરોગેટ એડ. છુપા સંદેશ તરીકે પણ અન્ય એડ.ની આડમાં તે દર્શાવાતી હોય તેના પર પ્રતિબંધ મુકી દીધો હોવા છતા પણ પાન મસાલાની જાહેરાતો માઉથ ફ્રેશનર તરીકે અને શરાબની સરોગેટ એડ. પ્રદર્શિત થઈ રહી છે અને સરકારની મોનેટરીંગ એજન્સી તેની સામે આંખ આડા કાન કરી રહી છે.
પાન મસાલાની એડ.માં તેને માઉથ ફ્રેશનર તરીકે ગણાવાઈ રહી છે અને શરાબની પણ આ પ્રકારની એડ. ચમકે છે. પાન મસાલાની એડ. આઈપીએલમાં કુલ 13% હિસ્સો ધરાવે છે અને બાદમાં બિસ્કીટ તથા ઈ-કોમર્સ કંપનીઓ આવે છે. ટીવી એડ. પર નજર રાખતા પ્લેટફોર્મ ‘ટીએએમ’ના જણાવ્યા મુજબ ગત આઈપીએલમાં પાન મસાલાની એડ. 10% હતી તે હવે 13% થઈ ગઈ છે.
આ અંગે આઈપીએલ ગવર્નીંગ બોડીના ચેરમેન અરુણ ધુપ્પલ બ્રોડકાસ્ટની જવાબદારી કરીને હાથ ખંખેરી નાંખે છે પણ બ્રોડકાસ્ટરે કોઈ ખુલાસો કર્યો નથી. પાન મસાલા જે લવીંગ, એલાયચી, ચાંદીના વરખ વિ.ને કલબ કરીને તેને માઉથ ફ્રેશનર તરીકે ગણાવાય છે અને પાન મસાલા ઉત્પાદકોએ આ માટે આઈપીએલની આ સીઝનમાં રૂા.500 કરોડનું બજેટ નિશ્ચિત કર્યું છે અને આ પ્રકારેજ શરાબની સરોગેટ એડ આવતી રહી છે. પાનમસાલા અને શરાબની સરોગેટ એડમાં ક્રિકેટરથી લઈને ફિલ્મી સિતારા કે સેલીબ્રીટી ચમકે છે.