અમેરિકાને ફરી મહાન બનાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ઈમીગ્રેશનથી લઈને ગેરકાનુની સલામતીઓ સામેની ઝુંબેશ તથા સ્થાનક સ્તરે પણ છટણી વિ.થી અમેરિકનો ગુસ્સામાં છે અને આ દેશમાં લાખો લોકો સડક પર ઉતરી આવ્યા છે.
ટેરીફ વોરના કારણે તથા આંતરિક અનિશ્ચિતતાથી તો અમેરિકી અર્થતંત્રને નુકશાન થશે તે નિશ્ચિત છે તેની સાથે અમેરિકા ટુરીઝમ અને વિદેશીઓના ટુંકા સમય માટે આગમનથી પણ હોટેલ-રેસ્ટોરા મનોરંજન પ્રવાસન સહિતના ક્ષેત્રોને ટોનિક મળે છે તે પણ હવે કેટલુ મળશે તે અનિશ્ચિત છે.
ભારતીયોમાં એક વિશાળ વર્ગ એવો છે. જેમના સગાસંબંધી પરિવાર વિ. અમેરિકામાં રહે છે. તેઓ મળવા માટે ઉનાળાનો સમય પસંદ કરે છે. ઉપરાંત ભારતની ટુરીસ્ટ તરીકે પણ અમેરિકા પસંદ છે પણ હવે અમેરિકામાં હોમલેન્ડ સિકયોરિટીના અધિકારીઓને પણ માર્ગ પર જતા વિદેશી જેવા લાગતા કોઈને પણ રોકીને તેના ડોકયુમેન્ટ ચેક કરવાથી અમેરિકા બહાર તગડી મુકવાની સતા અપાઈ છે.
તેના કારણે હવે ભારતીયો પણ અમેરિકા જવાનું ટાળી રહ્યા છે અને ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ભારતીયોના અમેરિકાના પ્રવાસમાં 9%નો ઘટાડો નોંધાયો છે.
ભારતીયો હવે અમેરિકામાં તેઓને માન્ય વિસા છતા પણ પ્રવેશ મળે નહી તો લાખો રૂપિયાની ટિકીટ પણ માથે પડે તેવો ભય છે અને તેથી એરલાઈન્સ પણ સ્વીકારે છે કે અમેરિકા જતી ફલાઈટમાં મુસાફરો ઘટયા છે અને તેથી આ ઉનાળામાં અમેરિકા માટેના વિમાની ભાડા રૂા.37000 જેટલા જ નોંધાયા છે.
વનવે ટ્રીપમાં આ ભાડું અને રિટર્ન ટિકીટમાં તો આ જબરુ ડિસ્કાઉન્ટ ચાલે છે. દિલ્હીથી લંડન ચાર કલાકનો સ્ટોપ અને રૂા.85000ની રિટર્ન ટિકીટ મીડ-મે ની ઓફર થાય છે જે સામાન્ય રીતે સૌથી વધુ મોંઘી હોય છે. એટલે જ એકંદરે યુરોપથી અમેરિકા જતા ભાહા પણ 5થી8% ઘટયા છે. અમેરિકાના દૂર દૂરના સ્થળો પરના ભાડા પણ ઘટયા છે.
મુંબઈ, ન્યુયોર્ક મે-12નું ભાડુ રૂા.37000 છે. વાસ્તવમાં અમેરિકાથી પરત આવનારની સંખ્યા વધી ગઈ છે. 4000 જેટલી વિસા રિવોક નોટીસ પાઠવવામાં આવી છે.
જો કે અમેરિકામાં હાલ જે અલગ અલગ વિસા પર રહે છે. તેઓને હાલ અમેરિકા નહી છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. કારણ કે તેઓને પરત અમેરિકા આવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.