માતા ગંગા વિશે અત્યાર સુધીમાં ઘણી આગાહીઓ જાહેર થઈ છે. ઘણામાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને જોડીને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, માતા ગંગાના પૃથ્વી પરથી પાછા ફરવાનો સમય નજીક આવી ગયો છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ગોમુખ ગ્લેશિયર, જેમાંથી માતા ગંગાનો અવિરત પ્રવાહ વહે છે, તે લુપ્ત થવાના આરે છે. જો આપણે પુરાણોમાં લખેલી વાત પર ધ્યાન આપીએ તો આ સમય ગંગાના સ્વર્ગમાં પાછા ફરવાનો છે.
જો ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવામાં આવે તો આ ઘટનાને પૃથ્વી પરથી ગંગાના અદ્રશ્ય થવાનો સૂચક માનવામાં આવી રહ્યો છે. આ વાતનું વર્ણન શ્રીમદ્ દેવીભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે. આમાં ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું છે કે, ગંગા ક્યારે સ્વર્ગમાં પાછી ફરશે.
ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું છે કે, કળયુગના જ્યારે 5000 વર્ષ પસાર થશે અને પૃથ્વી પર પાપ વધશે અને ધર્મનો નાશ થવા લાગશે. શ્રદ્ધા અને ભક્તિને બદલે માણસના મન હૃદય પર લોભ અને વાસના કબજો કરશે.
અહીં ભક્તિના નામે ફક્ત દંભ જ ચાલશે. પછી માતા ગંગા પણ પૃથ્વીવાસીઓ પર ક્રોધિત થઈને સ્વર્ગમાં પરત ફરશે. પછી માણસ ગંગામાં પોતાના પાપ ધોવાને લાયક હોવા છતાં પણ બચી શકશે નહીં. આ પહેલા સરસ્વતી અને પદ્મ નદીઓ પણ કળિયુગના વધતા પ્રભાવને કારણે પૃથ્વી છોડી ગઈ હતી. તે ગાયબ થઈ ગઈ છે અને સ્વર્ગમાં પાછી ફરી છે.