દેશભરમાં જે રીતે સાઈબર ક્રાઈમ વધી રહ્યા છે અને ડીઝીટલ એરેસ્ટ સહિતના અપરાધો મારફત લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવાઈ રહ્યા છે તેમાં ઉતરાખંડ સરકારે એક દેશવ્યાપી 272 સાઈબર ઠગની ઓળખ કરીને તેની ધરપકડ માટે 17 પોલીસ ટીમ અલગ અલગ શહેરોમાં રવાના કરી છે.
દેશમાં સાઈબર ક્રાઈમ વિરુદ્ધ અત્યાર સુધીનું આ સૌથી મોટુ અભિયાન ગણવામાં આવે છે. ઉતરાખંડની પોલીસ દ્વારા તેની સમક્ષ નોંધાયેલા અપરાધોમાં 28 રાજયોમાં 337 સાઈબર અપરાધીઓને માર્ગ કર્યા છે.
આ કામગીરી 2022થી 2025 વચ્ચે નોંધાયેલા અપરાધોમાં કરવામાં આવી છે જેમાં ગુજરાતના 16 સહિત કુલ 337 સાઈબર અપરાધીઓની શોધ શરુ કરવામાં આવી છે.
જેમાં અનેક ઝડપાઈ ગયા છે જયારે બાકીના 272ની ધરપકડ માટે ઉતરાખંડ પોલીસની 17 ટીમ રવાના થઈ છે. આ દેશનું સૌથી મોટુ અભિયાન ગણવામાં આવે છે.