શહેરમાં એક ચાલાક ટોળકી દ્વારા *કોબ્રા સાપના ઝેર (Venom)*ની તસ્કરી કરી તેનો કરોડો રૂપિયાનો સોદો થવાનો હોય આ આધારે SOG PI દ્વારા ડમી ખરીદદારો બનાવી કરોડોની ઓફર આપી છટકું (Trap) ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓ સોદા માટે સરથાણા ભેગા થવાના હતા “પટેલ લાઈફ પાર્ટનર” મેરેજ બ્યુરો ઓફિસ ખાતે દરોડા પાડવામાં આવ્યા SOG દ્વારા રેઇડ કરી કુલ 07 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.
ઝડપાયેલા આરોપીઓ
- મનસુખભાઈ અંબાભાઈ ઘીનૈયા (ઉ.વ. 67) – સુરત
- ચિમનભાઈ છગનભાઈ ભુવા (ઉ.વ. 60) – સુરત
- સમીર જયંતીલાલ પંચાલ (ઉ.વ. 41) – વડોદરા
- પ્રવીણ કાંતીલાલ શાહ (ઉ.વ. 74) – વડોદરા
- કેતનભાઈ ચિતરંજનભાઈ શાહ (ઉ.વ. 50) – વડોદરા
- મકરંદભાઈ શ્રીકાંતભાઈ કુલકર્ણી (ઉ.વ. 54) – વડોદરા
- પ્રશાંત રાજેશભાઈ શાહ (ઉ.વ. 40) – વડોદરા
કોબ્રા સાપનું પ્રતિબંધિત ઝેર (Venom) જપ્ત કરવામાં આવ્યું.
જેનું કુલ વજન : આશરે 6.5 મિલીલીટર થાય છે.
ઝેરની અંદાજિત કિંમત : રૂ. 5,85,00,000 થાય છે.
સમગ્ર મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે લેવામાં આવ્યો.
સાપના ઝેરનો વૈદ્યકીય ઉપયોગ
- કાયદેસર રીતે અને નિયંત્રિત પરિસ્થિતિમાં સાપના ઝેરનો ઉપયોગ થાય છે.
- બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા
- લોહી ગંઠાવવાની દવાઓમાં
- હાર્ટ એટેક નિવારણ માટે
- એન્ટી-વેનોમ (સાપ કરડ્યા પછીની દવા) બનાવવા
- કેન્સરના ઉપચાર માટે સંશોધનમાં આ ઝેર નો ઉપયોગ થાય છે.
ગેરકાયદેસર / નશાકીય ઉપયોગ પણ કરવામાં આવે છે
- કેટલાક લોકો રેવ પાર્ટીમાં નશો કરવા સાપના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે
- કેટલીક જગ્યાએ જીવતા સાપ દ્વારા “Snake Bite” જેવા ખતરનાક કૃત્યો કરાવવામાં આવે છે
આ તમામ પ્રવૃત્તિઓ ગંભીર ગુનાહિત અને જીવલેણ છે.
આ કાર્યવાહી દ્વારા સુરત શહેર SOGએ વન્યજીવ તસ્કરી સામે કડક સંદેશ આપ્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત
આટલી મોટી કિંમતનું સાપનું ઝેર પકડી એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.


