By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો
બિઝનેસ

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો

Hotline News
Last updated: September 11, 2025 12:12 PM
Hotline News - Editor Published September 11, 2025
SHARE

અમદાવાદ: ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ. દ્વારા તેને કુલ ૪૬૦૦ મેગાવોટ ક્ષમતાનો કરાર આપવામાં આવ્યો હોવાની માહિતી આપતા કંપનીએ ​​જણાવ્યું હતું કે અદાણી પાવર લિ. ને આજે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ તરફથી ‘ગ્રીન શુ ઓપ્શન‘ હેઠળ ૮૦૦ મેગાવોટની વધારાની ક્ષમતાનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ જ બિડિંગ પ્રક્રિયામાં ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રારંભિક એવોર્ડ જીતવામાં કંપની  સફળ રહી હોવાના અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છે પરિણામે હવે કરારની કુલ ક્ષમતા ૭,૨૦૦ મેગાવોટે પહોંચી છે.

વધારાની આ ૮૦૦ મેગાવોટની ક્ષમતા kWh દીઠ રૂ. ૫..૮૩૮ ના સમાન ટેરિફ પર આપવામાં આવી છે જે અગાઉ આપવામાં આવેલી સરખી ૮૦૦ મેગાવોટ ક્ષમતા પર લાગુ પડે છે. તદનુસાર અદાણી પાવર મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ સ્થાપિત થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા બે મળી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર યુનિટમાંથી વીજળી પૂરી પાડશે. આ બન્ને એકમો નિયત તારીખથી પાંચ વર્ષમાં કાર્યરત થશે. કંપની પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓના નિર્માણ માટે લગભગ રૂ. ૨૧,૦૦૦ કરોડનું રોકાણ કરશે.

કોલસા આધારિત વીજ ખરીદીમાં નવીન ગ્રીનશૂ મિકેનિઝમનો સમાવેશ ભારતમાં થર્મલ પાવર ટેન્ડરમાં ગ્રીનશૂ વિકલ્પને અપનાવવાનો આ પ્રથમ નૂતન અભિગમ છે. જેનાથી મધ્યપ્રદેશને વધતા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં મદદ મળવા ઉપરાંત રાજ્યની ઉર્જા સુરક્ષામાં વધારો કરશે.

અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી એસ.બી. ખ્યાલિયાએ આ વિષે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે અદાણી પાવરે મધ્યપ્રદેશમાં માત્ર પ્રારંભિક ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રકલ્પ જ સુરક્ષિત નથી કર્યો પરંતુ ગ્રીનશૂ વિકલ્પ હેઠળ વધારાની 800 મેગાવોટ ક્ષમતા પણ હાંસલ કરી મધ્યપ્રદેશ રાજ્યના લોકોને વિશ્વસનીય, સસ્તી અને ટકાઉ વીજળી પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ પ્રકલ્પ મધ્યપ્રદેશ સાથેની લાંબા ગાળાની અમારી હિસ્સેદારીને વધુ દ્રઢ બનાવીને ભારતની ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસને ટેકો આપવા માટેના અમારા સમર્પણને પ્રદર્શિત કરે છે.

ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પાવર પ્લાન્ટ માટે કોલ લિન્કેજની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રકલ્પના નિર્માણના વિવિધ તબક્કાઓ દરમિયાન નવથી ૧૦ હજાર રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને પ્રકલ્પ કાર્યરત થયા બાદ બે હજાર લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન કરશે તેવી આશા છે. આ વિષે રાજ્ય ડિસ્કોમ સાથે યોગ્ય સમયે પાવર સપ્લાય એગ્રીમેન્ટ  અમલમાં મૂકવાની કંપનીની અપેક્ષા છે.

સપ્ટેમ્બર ૨૦૨૪માં અદાણી પાવરને અદાણી ગ્રીન એનર્જી સાથે મળી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ૫,૦૦૦ મેગાવોટ સૌર અને ૧,૬૦૦ મેગાવોટ થર્મલ મળી કુલ ૬,૬૦૦ મેગાવોટ વીજ પુરી પાડવા સંબંધી લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મે ૨૦૨૫માં તેને રાજ્યમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી ૧,૬૦૦ મેગાવોટ વીજ પુરવઠો આપવા માટે લેટર ઓફ એવોર્ડ  મળ્યો છે. ગત ઓગસ્ટમાં કંપનીને રાજ્યમાં સ્થાપિત થનારા નવા પાવર પ્લાન્ટમાંથી ૨,૪૦૦ મેગાવોટ વીજળી આપવા માટે બિહાર સરકાર તરફથી લેટર ઓફ એવોર્ડ  મળ્યો છે. મધ્યપ્રદેશ સરકાર તરફથી ગયા મહિને કંપનીને ૮૦૦ મેગાવોટ ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. હવે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ  દ્વારા ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ ફાળવવામાં આવેલી ક્ષમતા વધીને ૧,૬૦૦ મેગાવોટ થઈ છે.

ભારતની વધતી જતી બેઝ લોડ માંગને સુરક્ષિત કરવા માટે અદાણી પાવર ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચ કાર્યક્રમનો અમલ કરી રહી છે. તેની હાલની સંચાલન ક્ષમતા ૧૨ થર્મલ પાવર પ્લાન્ટ (TPP) થી ૧૮.૧૫ GW છે અને ૨૦૩૧-૩૨ સુધીમાં ૪૧.૮૭ GW ની કુલ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનું કંપનીનું લક્ષ્ય  છે.

વિશેષ જાણકારી માટે સંપર્ક : [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsટેકનોલોજી
જૂના વિન્ડોઝ ઓએસ પર ચાલી રહેલા 100 કરોડથી વધુ કોમ્પ્યુટર, જાણો અપગ્રેડ ન થવા પર શું છે જોખમો
Hotline News Hotline News December 9, 2025
અદાણી ‘મેક ઇન ઇન્ડિયા’ ને ટેકો આપવા માટે ભારતનો સૌથી મોટો ‘કૌશલ્ય અને રોજગાર’ કાર્યક્રમ વિકસાવશે
ધર્માંતરણ ગેંગનો ભયાનક ચહેરો: છોકરીઓને વિદેશ કેમ લઈ જવામાં આવી
એક જ દિવસમાં અદાણીની સંપત્તિમાં ₹47200 કરોડનો ઉછાળો, મસ્કથી લઈને અંબાણી સુધી બધા પાછળ રહી ગયા
ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?