By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરત શહેરના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની તક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સુરત શહેરના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની તક
Top Newsગુજરાત

સુરત શહેરના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની તક

Hotline News
Last updated: August 22, 2025 12:20 PM
Hotline News - Editor Published August 22, 2025
SHARE
  • રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫નું આયોજન: યુનિક અને સામાજિક પ્રેરક સંદેશ આપતા શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને મળશે પુરસ્કાર
  • પ્રથમ ક્રમના શ્રેષ્ઠ પંડાલ પૈકી પ્રથમ ક્રમને રૂ. 5 લાખ, દ્વિતીય ક્રમને રૂ.3 લાખ અને તૃતીય ક્રમને રૂ.1.50 લાખ પુરસ્કાર અપાશે
  • 29મી ઓગસ્ટ-નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શાળા-કોલેજોમાં નિબંધ, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે
  • જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ અને પો. કમિશનર અનુપમસિંહ ગહલોતની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સુરતઃ રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા-વારસો જન-જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રીગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫ નું આયોજન રાજ્યના ચાર મહાનગરો; સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ  ૨૯ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે.

                પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.1 લાખ આપવામાં આવશે.

             આ પ્રતિયોગિતા સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ અને પો. કમિશનર અનુપમસિંહ ગહલોત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

              મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવામાં આવશે. જેમાં મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ- ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી (વોકલ ફોર લોકલ), પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે.

             ગણેશ મહોત્સવ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે પંડાલ તૈયાર કરનાર જૂથને મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. શહેર-જિલ્લામાં આ સ્પર્ધાના આયોજન અંતર્ગત સુરત મહાનગરપાલિકા કક્ષાએ ‘મહાનગરપાલિકાની સ્થાનિક અમલીકરણ સમિતિ’ બનાવવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે મ્યુ. કમિશનર, સભ્ય સચિવ તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને સભ્યો તરીકે જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ પોલીસ કમિશનર, શાસનાધિકારી અને એક આમંત્રિત સભ્યનો સમાવેશ કરાયો છે.

            આ સ્પર્ધાનો હેતુ ગણેશોત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના, લોક કલાને પ્રોત્સાહિત કરવાનો છે. સુરતમાં વર્ષોથી ગણેશોત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે, ત્યારે શહેરના તમામ ગણેશ મંડળોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મ્યુ. કમિશનરએ અનુરોધ કર્યો હતો.

             જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, પહેલો માળ, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાવડી ઓવારા સામે, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે ગણેશ પંડાલોના પ્રતિનિધિઓ ફોર્મ મેળવીને ભરેલા ફોર્મ અહીં જમા કરાવી શકશે

તા.૨૯મી ઓગસ્ટ-નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શાળા-કોલેજોમાં નિબંધ, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે: જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી

             જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે ‘હોકીના જાદુગર’ તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદભૂત યોગદાન બદલ તા.૨૯.ઓગષ્ટ- તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય રમત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને તા.૨૯ ઓગસ્ટે સુરત જિલ્લાની શાળા-કોલેજોમાં નિબંધ, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ૫૦ મી. દોડ, બીન બેગ બેલેન્સ, લીંબુ ચમચી, થ્રી લેગ રેસ, મિની ફૂટબોલ, હોકી/અન્ય મેચ, ટગ ઓફ વોર, દોરડા કૂદ, સંગીત ખુરશી, ફન રેસ, ટેનિસ બોલ ક્રિકેટ અને લંગડી સહિતની વિવિધ રમતોનું આયોજન કરાશે.

              તેમણે કહ્યું કે, તા.૨૯ ઓગસ્ટે વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજ. યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા, કઠોરની વ.દે.ગલીયારા હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા, કામરેજની નવી પારડી સ્થિત વિદ્યામંગલ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષાની જુડો(મહિલા) સ્પર્ધા યોજાશે. ૩૦મીએ જીવનભારતી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ જાગૃત્તિ સેમિનાર યોજાશે. તા.૩૦મીએ નાનપુરા સ્થિત જીવનભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરાશે. તેમજ તમામ કાર્યક્રમોમાં ‘ફીટ ઇન્ડીયા’ પ્રતિજ્ઞા લેવામાં આવશે. 

             પો. કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે-તા.૩૦ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં તા.૩૧મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ-વાય જંકશન-પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ‘સન્ડે ઓન સાયકલ’ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે. સુરત પોલીસ દેશી રમતો જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચની સ્પર્ધા સાથે બેડમિન્ટન, ટેનિસ જેવી સ્પોર્ટ્સની સ્પર્ધા પણ યોજશે.

You Might Also Like

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

#Gujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી જૂથે આસામમાં 50,000 કરોડના વિક્રમી રોકાણની જાહેરાત કરી
Hotline News Hotline News February 25, 2025
અદાણી ગ્રુપે બાજી મારીઃ હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે SIT-CBIને તપાસ ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો
લોરેન્સ બિશ્નોઈ બાદ આખી ગેંગ ક્ષત્રિય કરણી સેનાના નિશાના પર
કંપનીઓ જાણીજોઈને હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમ ચૂકવવામાં વિલંબ કરે છે
ભારતના સૌથી મોટા એનર્જી પાર્ક અને બંદરની મુલાકાતે 4 વિદેશી એમ્બેસેડર્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતજૂનાગઢ

કીર્તિ પટેલની ફરી ધરપકડ, આ વખતે સંત ઈન્દ્રનીલ ભારતી સાથે ઝપાઝપી, જાણો સમગ્ર મામલો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?