પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : ધંધા વ્યવસાયના અધૂરા તથા પેંડીગ રહેલ કાર્ય પૂરા થઈ જવાના સંયોગ. પેટ્રોલિયમ-પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ તથા દોડધામ વાળું રહેવાના સંયોગ. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા ઉદ્યોગમાં નવી નવી તક આવવાની પણ સંભાવના. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે.ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ સાથે બઢતીના પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હળવું લાભદાયી સપ્તાહ. ૧૫ તથા ૧૬ ઓગસ્ટ સરેરાશ રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : આ સપ્તાહ હળવું હળવું પ્રતિકૂળ જણાશે આથી, નિષ્ણાતની સલાહ સૂચન અનુસાર નવા કામકાજનો પ્રારંભ કરવો. સેલીબ્રીટી એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. મોટા ઉદ્યોગ એવમ લોખંડ તથા અન્ય ધાતુ સંબંધિત તમામ ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાના સંયોગ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૄહિણી, તેમજ મહિલાકર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૧૩ તથા ૧૪ ઓગસ્ટ સાવ સામાન્ય નીવડશે.
(૩) મિથુન : જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પેકિંગ- કેનિંગ ફૂડ એવમ ફાસ્ટ ફૂડ એકમના જાતક આ સપ્તાહ લાભદાયક રહેશે. શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક માટે દોડધામ વાળું સપ્તાહ. આ સિવાયના ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા લાભના સંયોગ. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી કર્મચારી માટે લાભકારી સપ્તાહ.પરિવાર તરફથી સહકાર ની સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારુ એવમ સાનુકૂળ નીવડશે. ૧૧ તથા ૧૨ ઓગસ્ટ સામાન્ય જણાશે.
(૪) કર્ક : ફેશન, ફેબ્રીકના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમિયાન વણસી ગયેલા, જૂના સંબંધ, સુધરી જવાના સંયોગ એવમ શક્યતા. ઉદ્યોગ ધંધા સંબંધિત અધૂરા રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવઉતાર વાળુ જણાશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ રહેશે સાથોસાથ લાભદાયક પણ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. ૧૩ ઓગસ્ટ મધ્યમ જણાશે
(૫) સિંહ : જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. સર્વિસ બિઝનેસ ના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાની સંભાવના. કમીશન મર્ચન્ટ માટે આ સપ્તાહે ચડાવ ઉતારની સાથોસાથ લાભદાયક પણ નીવડશે. ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે હળવું લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મહિલા કર્મી, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૫ તથા ૧૬ ઓગસ્ટ સરેરાશ નીવડશે.
(૬) કન્યા : સ્થાન એવમ દિકબલી શનિ તથા શશ યોગ વાળા આ કન્યા રાશિના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે લાભકારી સપ્તાહ. ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ દરમ્યાન હળવા તથા આકસ્મિક લાભનો સંયોગ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ સામાન્ય અને સરેરાશ નીવડશે. મધ્યમ કદના વ્યાપાર વણિજના જાતક લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું લાભદાયી સપ્તાહ. મહિલા કર્મચારી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૧ તથા ૧૨ ઓગસ્ટ સામાન્ય જણાશે.
(૭) તુલા : ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સવિશેષ લાભકર્તા નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપાર કે વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ આર્થિક રીતે લાભદાયક નીવડશે પરંતુ આ સપ્તાહ સંઘર્ષપૂર્ણ જણાશે. અગાઉના વર્ષમાં, અધૂરા કે ટલ્લે ચડેલ સરકારી કામકાજ પૂરા થવાના સંયોગ. આ સપ્તાહે સરકારી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે બઢતી બદલીના સંયોગ એવમ સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, અધિકારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના અવસર. વિદ્યાર્થી, નિવૃત, મહિલાકર્મી, તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૧૨ તથા ૧૪ ઓગસ્ટ મધ્યમ રહેશે.
(૮) વૃશ્ચિક : સર્વિસ બિઝનેસના જાતક તેમજ મેનેજમેન્ટ/ફાઈનાન્સ રીલેટેડ કન્સલ્ટીંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ લાંબા પ્રવાસ વાળુ એવમ લાભકારી નીવડશે. ખાદ્ય તેલ તેમજ તૈલી પદાર્થ ના ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ હળવું હળવું ફાયદાકારક નીવડશે. ૧૬ ઓગસ્ટ સાધારણ જણાશે.
(૯) ધન : વ્યવસાયિક કલા એવમ પરામર્શ વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ લાભદાયક સપ્તાહ રહેશે. ફાર્મસી ક્ષેત્રે ખાસ કરીને મોટી ફાર્મસી તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ નબળું નીવડવાની શક્યતા. ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી તથા હોદેદારો માટે આ સપ્તાહ સાધારણ રહેવા પામે. પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. વ્યાપાર વણિજના જાતક માટે સાનુકૂળ સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ અથવા સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉત્તમ સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને વર્કીગ વૂમન માટે સાનુકૂળ સપ્તાહ ૧૩ ઓગસ્ટ સામાન્ય નીવડશે.
(૧૦) મકર : કલા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. સૌંદર્ય પ્રસાધન એવમ ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધા વ્યવસાયના જાતક એવમ પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડે તેવી સંભાવના. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ થવાની સંભાવના. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. પરિવારજનો તથા મિત્ર સાથે સુમેળ થવાના સંયોગ. ૧૨ ઓગસ્ટ મધ્યમ નીવડશે.
(૧૧) કુંભ : પેરા-મેડિકલના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહે તેવા સંયોગ. મેડિકલ, તેમજ ફાર્માસ્યુટીકલ્સના જાતક માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયી નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે. કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી, અધિકારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. વિજ્ઞાનની તમામ શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૧૩ તથા ૧૬ ઓગસ્ટ સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)
(૧૨) મીન: નાના તથા કુટિર ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ઔદ્યોગિક એકમમાં વાયુ તત્વને લઈને પ્રોબ્લેમ આવવાની સંભાવના. રસાયણ તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતક માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ અથવા પ્રતિકૂળ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારક રહેશે. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક જણાશે. ૧૫ ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર
ફોન. 09879499307 -https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com
… … …


