અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમણે વિશ્વમાં શાંતિ માટે ઘણા મોટા પ્રયાસો કર્યા છે, પરંતુ તેમ છતાં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે નહીં.
હું ગમે તે કરું, મને તે મળશે નહીં…
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મેં કોંગો અને રવાન્ડા વચ્ચે સોદો કર્યો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કર્યું, સર્બિયા અને કોસોવો વચ્ચે શાંતિ લાવી, ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો અને મધ્ય પૂર્વમાં અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કર્યા. છતાં, મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. તેમણે આગળ લખ્યું કે જો બધું બરાબર રહેશે, તો વધુ દેશો અબ્રાહમ કરારમાં જોડાશે અને મધ્ય પૂર્વ પહેલીવાર એક થશે.


