જેરુસલેમ: ઇઝરાયલમાં અદાણી ગ્રુપના હાઇફા બંદરને ઇરાની બેલિસ્ટિક મિસાઇલ હુમલાથી કોઈ નુકસાન થયું નથી, અને કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે.
સુત્રોએ આ માહિતી આપી હતી કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેલ અવીવ દ્વારા ઇરાનના પરમાણુ અને અન્ય લક્ષ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇરાને શનિવારે મોડી રાત્રે ઇઝરાયલના હાઇફા બંદર અને નજીકની તેલ રિફાઇનરીને નિશાન બનાવી હતી.
આ બાબતથી વાકેફ બે સૂત્રોએ જણાવ્યું હતું કે બંદર પરના રાસાયણિક ટર્મિનલમાં શ્રાપનલ પડ્યો હતો અને કેટલાક અન્ય પ્રોજેક્ટાઇલ ઓઇલ રિફાઇનરીમાં પડ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અદાણીના બંદરને હુમલાથી કોઈ અસર થઈ નથી.
એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, “હાલમાં બંદરમાં આઠ જહાજો છે, કાર્ગો સામાન્ય છે.” સૂત્રોએ દાવો કર્યો હતો કે ઇરાની બેલિસ્ટિક મિસાઇલ હુમલાથી બંદર અથવા તેની કામગીરીને નુકસાન થયું નથી. અદાણી ગ્રુપે તાત્કાલિક આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી.
ઇઝરાયલી સરકારી અધિકારીઓનો ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો નથી. હાઇફા બંદર એક મહત્વપૂર્ણ દરિયાઇ કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે ઇઝરાયલની 30 ટકાથી વધુ આયાતનું સંચાલન કરે છે. આ બંદર અદાણી પોર્ટ્સની માલિકી મહત્વનું બંદર છે, જે 70 ટકા હિસ્સો ધરાવે છે.


