પં.ડો. હિતેષ એ. મોઢા
( ૧ ) મેષ :- આ સપ્તાહે ઉતાવળ અને ઉગ્રતા પર નિયંત્રણ રાખવું. વ્યાપાર ધંધા સંબંધિત અધૂરા રહી ગયેલા તેમજ સ્થગિત થયેલ કામકાજ પૂર્ણ થઈ જવાની સંભાવના. ધંધા વ્યવસાયના નવા કામ-કાજના પ્રારંભ માટે સાનુકૂળ સપ્તાહ. નાની મશીનરીઝ વાળા તથા તેના સ્પેરપાર્ટસના ઔદ્યોગિક એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. હસ્ત ઉદ્યોગના એકમના જાતક આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ સાથોસાથ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક તથા વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ૭ જુન મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ :- અર્ધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ માટે હળવાં સંઘર્ષ વાળુ સપ્તાહ. સર્વિસ બિઝનેસ તેમજ ફાઈનાન્સ રીલેટેડ એજન્સીઝ ના જાતક, શરાફી પેઢીના તમામ જાતક તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડે તેવા સંયોગ. ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સરેરાશ જણાશે. અન્ય, નાના મોટા ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે સાનુકૂળ તથા ભાગદોડ વાળું સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી, મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૪ તથા ૫ જુન સાવ સામાન્ય રહેશે.
(૩) મિથુન :- હસ્ત વણાટ, લિનેન,ખાદી, કોટન ફેબ્રીક્સ, ફર્નિશિંગ્ઝ, અપહોલ્ટ્રીઝ, રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના મોટા ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે, લાભદાયક સપ્તાહ સાથે અનેક નવી તકો મળવાના સંયોગો. આ સિવાયના અન્ય ઉદ્યોગ તથા વ્યાપાર ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું દોડધામ વાળુ પરંતુ લાભકારી નીવડશે. રીટેઈલર્સ માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. જીવનમાં સંવાદિતાનો વધારો થશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૨ તથા ૫ જુન સાધારણ નીવડશે.
(૪) કર્ક :- વિદ્યુત તથા પ્રવાહી, સઘન જવલનશીલ પદાર્થો સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. હેવી મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમના તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. રંગ તથા રસાયણ ઔદ્યોગિક કે વ્યાપારી એકમના જાતક માટે ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું સપ્તાહ. જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. નાના વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. કેવળ, ૪ જુન સાધારણ જણાશે.
(૫) સિંહ :- આ સપ્તાહ દરમિયાન ધંધા વ્યવસાયમાં અનેક પ્રકારે આર્થિક લાભ તેમજ તેવા અવસર મળવાની સંભાવના અને સંયોગ પણ. ઉત્તર તથા પશ્ચિમ વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ધંધાના વ્યાપારી વર્ગ તથા વ્યવસાયિક જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભકારક નીવડશે. ધંધા વ્યાપાર માટે પ્રવાસના સંયોગ. ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. ૬ તથા ૭ જુન અર્ધ સામાન્ય રહેશે.
(૬) કન્યા :- અવૈધ વહીવટ વ્યવહારથી સંભાળવું. લેખક, વિચારક તથા સંત, મહંત, લોક સાહિત્યકાર કે લોક ગાયકો માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડે તેવા સંયોગ. ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતક માટે હળવું લાભદાયી સપ્તાહ. સીઝનલ વ્યાપાર તથા ફેરી વ્યાપાર કરતા જાતકો માટે તકો વાળું તથા લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતક તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે અર્ધ- પ્રતિકૂળ સપ્તાહ. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે અર્ધ- સાનુકૂળ સપ્તાહ. ૨ તથા ૩ જુન સાવ સરેરાશ રહેશે
(૭) તુલા :- જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ એવમ તથાકથિત કે પ્રોકલેમ સેલેબલ જાતક તેમજ પબ્લિક ફિગર માટે આ સપ્તાહ હળવું હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડે તેવા સંયોગ, આથી, વિશેષ કાળજી રાખવી. અવૈધ સંબંધ તથા અવૈધ વહીવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું. ગૃહોદ્યોગ ત્થા નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. છૂટક તથા નાના, તથા ફેરી કરતા વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી, વિદ્યાર્થી માટે સુખદાયક સપ્તાહ. ૩ તથા ૫ જુન સામાન્ય રહેશે.
(૮) વૃશ્ચિક :- ખાનગી એકમના કર્મચારીઓ એવમ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારી જણાશે. સાથોસાથ બઢતીના પણ સંયોગ + સંભાવના. ખાનગી શૈક્ષણિક એકમ એવમ એકાઉન્ટન્સી એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી રહેશે. સર્વિસ બિઝનેસ તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ બહુ લાભકારક રહેવાના સંયોગ. હેવી મશીનરીઝ એકમના જાતકો એવમ ધાતુ ઉદ્યોગ ના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. કુટુંબમાં સુખ-શાંતિ જણાશે. મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૬ તથા ૭ જુન મધ્યમ રહેશે
(૯) ધન :- નવા ઉદ્યોગ ધંધા વ્યવસાયના પ્રારંભ માટે આ સપ્તાહ ખૂબ લાભકારક અને ભાગ્યશાળી નીવડશે. જમીન મકાનમાં નાના તથા ટૂંકા ગાળાના રોકાણકર્તાઓ માટે લાભદાયક સપ્તાહ. લીગલ શેરબજારના જાતક માટે લાભદાયક સપ્તાહ.તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૬ જુન સામાન્ય રહેશે.
(૧૦) મકર :- મકર રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ નિરાંત વાળુ નીવડશે, સાથે, અનેક રીતે લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપારી ક્ષેત્રના તમામ જાતક માટે આ સપ્તાહ અનેક રીતે લાભકારક નીવડશે. છૂટક તથા નાના વ્યાપાર તથા ફેરી કરતા તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ સાથે બઢતીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી લાભદાયક તથા સાનુકૂળ સપ્તાહ. ધંધા વ્યવસાય હેતુ પ્રવાસ થવાની સંભાવનાઓ. સગા તેમજ સ્નેહી તરફથી સાથ સહકારના સંયોગો તથા સંભાવના. મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ આખું અઠવાડિયું સાનુકૂળ નીવડશે.
(૧૧) કુંભ :- કાયદો અને વ્યવસ્થા તંત્ર તેમજ રેવન્યુ ડિપાર્ટમેંટ્સના ઉચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું ત્થા લાભદાયક રહેશે. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ રહેવાના સંયોગ. આર્ટિસ્ટ તથા સ્મિથ વર્ગના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી તથા નવી તક વાળું રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. પરિવાર તરફથી સાથ સહકાર મળવાની સંભાવના. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વૂમન, વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. ૧ તથા ૨ જુન અર્ધ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
(૧૨) મીન:- ખાનગી કંપની, કોર્પોરેટ કંપની એવમ સરકારી ક્ષેત્રે, તમામ કર્મચારીઓ એવમ ઉચ્ચાધિકારી જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે પરંતુ સાથે સાથે ચડાવ ઉતાર રહેવાની શક્યતા. ખાનગી ફાઇનાન્સ એકમ તેમજ શરાફી પેઢીના જાતકો આ સપ્તાહ ચડાવ-ઉતાર વાળું નીવડશે. ખાનગી શૈક્ષણિક એકમના જાતકો ત્થા એકાઉન્ટન્સી એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ સામાન્ય નીવડશે. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ તથા સંતોષના સંયોગો. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. ૬ જુન મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર. ફોન. 09879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com