ઉત્તર પ્રદેશના ઝાંસીનો એક અજીબ વિડિયો વાઇરલ થયો છે. એમાં આખો પરિવાર ATMમાં સૂતો છે. આ વિસ્તારમાં ઘણા કલાકો સુધી વીજળી નહોતી અને ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ ચૂકયો હતો એવામાં ગરમી અને પસીનાથી રાહત મેળવવા માટે પરિવારે ATMની અંદર ચાલતા એર-કન્ડિશનરનો સહારો લીધો હતો. આખો પરિવાર ચાદર અને ચટાઈ લઈને એસીની ઠંડકમાં મસ્ત સૂઈ ગયો હતો.