કાનખજૂરા જે દરેકના ઘરમાં બાથરૂમ કે કિચન સિંકમાંથી બહાર નીકળતા જોવા મળતા જ હશે. જેનાથી ઘણા લોકો પરેશાન હોય છે. કાનખજૂરા એટલે કે સેન્ટીપીડને ઘરના ભીના અને અંધારા સ્થળો પર રહેવું ગમે છે, તેથી તેઓ ઘણીવાર બાથરૂમ અને કિચનની પાઇપમાંથી નીકળતા જોવા મળે છે. આ કાનખજૂરાઓ દેખાવમાં ભયાનક લાગે છે અને આપણા માટે ખતરનાક પણ હોઈ શકે છે. જો કાનખજૂરા કોઈને કરડી લે તો વ્યક્તિને તીવ્ર દુખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે.
જો તમે પણ તમારા ઘરમાં કાનખજૂરાથી પરેશાન છો, તો અમે તમને કેટલાક સરળ અને અસરકારક ઉપાય જણાવીએ છીએ. જેની મદદથી તમે કાનખજૂરાને તમારા ઘરમાંથી દૂર રાખી શકો છો. આ માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. એક સ્પ્રે બનાવીને છાંટી દેવાનું છે. આ સ્પ્રે કાનખજૂરાને દૂર રાખવામાં મદદ કરી શકે છે. ચાલો, તેને તૈયાર કરવાની રીત જાણીએ.
કાનખજૂરા ભગાડવા માટે સ્પ્રે કેવી રીતે બનાવવો એક મોટા વાસણમાં પાણી નાખો અને તેને તેજ તાપ પર ઉકાળો. ઉકળતા પાણીમાં ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી પિપર અને કાપેલી ડુંગળી નાખો. આ ત્રણ વસ્તુઓને પાણીમાં ઓછામાં ઓછા ૧૦ મિનિટ સુધી ઉકળવા દો.
આ પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણને ગાળીને અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. કાનખજૂરા ભગાડવા માટે સ્પ્રેનો ઉપયોગ કેવી રીતે કરવોઃ ઘરે બનાવેલા આ સ્પ્રેને તે જગ્યાઓ પર છાંટો, જ્યાં તમને કાનખજૂરા વધુ જોવા મળે છે. ઘરના દરેક ખૂણામાં પણ આ સ્પ્રેને છાંટી શકો છો. આ સ્પ્રે કાનખજૂરાને મારવા માટે નહીં, પરંતુ તેમને દૂર રાખવા માટે છે.


