By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Operation All-out : છતીસગઢમાં 31 નકસલી, મણીપુરમાં 10 ઉગ્રવાદી, કાશ્મીરમાં 3 આતંકીનો ખાત્મો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Operation All-out : છતીસગઢમાં 31 નકસલી, મણીપુરમાં 10 ઉગ્રવાદી, કાશ્મીરમાં 3 આતંકીનો ખાત્મો
Top Newsભારત

Operation All-out : છતીસગઢમાં 31 નકસલી, મણીપુરમાં 10 ઉગ્રવાદી, કાશ્મીરમાં 3 આતંકીનો ખાત્મો

માત્ર પાકિસ્તાન જ નહીં, ભારતીય સેનાના વિવિધ રાજ્યોમાં આતંકવાદ પર પ્રહારો : ભારત-મ્યાનમાર સરહદ પર સેનાએ 10 આતંકવાદીઓને ઠાર માર્યા : હથિયારો જપ્ત : કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર

Hotline News
Last updated: May 15, 2025 4:50 PM
Hotline News - Editor Published May 15, 2025
SHARE

ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરી દેનાર ભારતે હવે આતંકવાદ, નકસલવાદ તથા ઉગ્રવાદ એમ એક સાથે ત્રણ મોરચે અભિયાન હાથ ધરીને 43નો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં 3 ઠાર થયા હતા અને અન્ય બે-ત્રણ ઘેરાઈ ગયા હોવાથી વધુના ખાત્મા થવાની શકયતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યું કે, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટુલુ હિલ્સમાં સુરક્ષા દળો દ્વારા 31 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જે નક્સલી બળવાખોરી સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર એક પોસ્ટમાં, અમિત શાહે કહ્યું, NaxalFreeBharat ના સંકલ્પમાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરીને સુરક્ષા દળોએ નક્સલવાદ સામેના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટાલુ હિલ્સમાં 31 કુખ્યાત નક્સલીઓને ઠાર કર્યા.

સીઆરપીએફ, એસટીએફ અને ડીઆરજીના જવાનોના પ્રયાસોની પ્રશંસા કરતા શાહે કહ્યું કે, સુરક્ષા દળોએ માત્ર 21 દિવસમાં જ વિશાળ નક્સલ વિરોધી મિશન પૂર્ણ કર્યું.

‘જે ટેકરી પર એક સમયે લાલ આતંકનું રાજ હતું, આજે તે ટેકરી ગર્વથી લહેરાવી રહી છે. કુર્રાગુટ્ટાલુ ટેકરી PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મોટા નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલ તાલીમની સાથે, વ્યૂહરચના અને શસ્ત્રો પણ વિકસાવવામાં આવતા હતા.

આપણા સુરક્ષા દળોએ આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું અને મને ખૂબ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. હું આપણા CRPF, STF અને DRG સૈનિકોને અભિનંદન આપું છું.

જેમણે ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય વિસ્તારમાં પણ પોતાની બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કર્યો. આખો દેશ તમારા પર ગર્વ કરે છે,’ ગૃહમંત્રી શાહે કહ્યું.

‘અમે 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદનો અંત લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે 31 નક્સલીઓના મૃતદેહ શોધી કાઢ્યા છે, અને તે 1200 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને અમારી પાસે માહિતી છે કે મોટી સંખ્યામાં નક્સલીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.

જે 31 નક્સલીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે તેમાંથી 28 ની ઓળખ થઈ ગઈ છે. આ ઓપરેશનને ઓપરેશન બ્લેક ફોરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું, કોબ્રા, CRPF અને છત્તીસગઢ પોલીસની ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી,” CRPF ડીજી સિંહે જણાવ્યું હતું.

નકસલવાદ સામેના આ સૌથી મોટા ઓપરેશનમાં તેઓના છુપા અડ્ડાઓનો સફાયો કરાયો હતો જેમાં શસ્ત્રો-વિસ્ફોટકો બનાવાયા હતા. મોટીમાત્રામાં હથિયારો પણ જપ્ત કરાયા હતા.

આ સિવાય મણીપુરના ચંડેલમાં આસામ રાયફલ્સના જવાનોએ મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમાં 10 ઉગ્રવાદીઓનો ખાત્મો કરાયો હતો. સૈન્યના ઈસ્ટર્ન કમાંડ દ્વારા ટવિટ કરીને જાહેર કરાયુ છે કે ભારત-મ્યાંમાર સરહદ નજીકના ચંદેલ ક્ષેત્રમાં ઉગ્રવાદીઓની મુવમેન્ટની ગુપ્તચર બાતમીના આધારે ઓપરેશન શરૂ કરાયુ હતુ તેમાં 10 ને ઠાર મારવામાં આવ્યા હતા. ઓપરેશન હજુ ચાલુ છે. મોટીમાત્રામાં શસ્ત્રો-દારૂગોળો મળ્યો છે.

આ ઉપરાંત કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ ક્ષેત્રમાં સૈન્ય જવાનોએ ત્રણેક ત્રાસવાદીઓને ઘેરને એન્કાઉન્ટર હાથ ધર્યુ હતું તેમાંથી એકને ઠાર કરી દેવાયો હતો અને બાકીના બે-ત્રણ સામે અથડામણ ચાલુ છે. શોપિયામાં ગઈકાલે ત્રણ આતંકીનો ખાત્મો કરાયો હતો. 48 કલાકમાં આ બીજુ ઓપરેશન છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
લક્ષ્મીએ પગ પકડ્યા, જીતેન્દ્રએ ઓશીકાથી મોં ઢાંક્યું; હંસરામના પુત્રએ આંખે જોયેલી ઘટના
Hotline News Hotline News August 21, 2025
ફેબ્રુઆરીમાં પણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં ભારે અનિશ્ચિતતાની સ્થિતિ
ચૂંટણીની જાહેરાત છતાં, NDA અને INDIA બેઠકોની વહેંચણી પર વાટાઘાટો
ઓહ!  કાકા… મૂત્રાલય નહીં મંત્રાલય લખ્‍યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્‍હીનો વીડિયો વાયરલ
ગુજરાતના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક ચાર્જ સંભાળશે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?