સુરતમાં ડભોલી વિસ્તારમાં મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી હતી. આગ પ્રસરી જતાં બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
મળતી માહિતી મુજબ સુરતના ડભોલી વિસ્તારમાં મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ગોડાઉનમાં ઓનલાઇન વેપાર કરતી અલગ-અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક બેકરી પણ આગની ઝપેટમાં આવી ગયી હતી. આગ પ્રસરી જતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બનાવની જાણ થતા ફાયર વિભાગની 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. બીજી તરફ બનાવને પગલે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા તેમજ મેયર દક્ષેશભાઈ માવાણી પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.