ચારધામ યાત્રા શરૂ થયાના 10 દિવસમાં દર્શન કરનાર તીર્થયાત્રીઓનો આંકડો 4.44 લાખે પહોંચી ગયો છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યાને હજુ એક અઠવાડીયું જ થયું છે ત્યારે સૌથી વધુ 1.87 લાખ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે.
હવામાન ખરાબ થયા બાદ પણ યાત્રીઓના ઉત્સાહમાં ઘટાડો નથી થયો. ચારધામ યાત્રા મેનેજમેન્ટ અને કંટ્રોલ રૂમના રિપોર્ટ મુજબ બદરીનાથમાં 90 હજાર ગંગોત્રીમાં 73 હજાર અને યમુનોત્રીમાં 92 હજાર શ્રદ્ધાળુ દર્શન કરી ચૂકયા છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન 26.21 લાખથી વધુ થઈ ગયુ છે.
કેદારનાથ યાત્રામાં ઘોડા-ખચ્ચર પર રોક: કેદારનાથ યાત્રામાં ઘોડા-ખચ્ચરોનું સંચાલન હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. સંક્રામક બીમારીથી અત્યાર સુધીમાં 14 ઘોડા-ખચ્ચરના મોત થઈ ચૂકયા છે. ત્યારબાદ ઘોડા ખચ્ચરોના આવન-જાવન પર રોક લગાવી દેવાઈ છે.કેટલા યાત્રાળુઓ કયાં પહોંચ્યા: 90 હજારથી વધુ યાત્રાળુઓએ બાબ બદરીના દર્શન કર્યા. 92 હજાર જેટલા શ્રદ્ધાળુઓ યમુનોત્રી પહોંચ્યા. 73 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ગંગોત્રી પહોંચ્યા.