ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા હવાઈ યુદ્ધ વચ્ચે ગઈકાલે પાક સેના એ પાટનગર દિલ્હીને નિશાન બનાવી તેના આધુનિક ફતેહ-2 દાગતા તેને હરિયાણાના સિરસા ખાતેની આધુનિક એન્ટી મિસાઈલ પ્રણાલીથીજ હવામાં તોડી પાડવામાં આવી હતી.
પાકના ઉશ્કેરણીજનક પ્રયાસો વચ્ચે જ ભારતે પાટનગર સહિતના મહત્વના મેટ્રો સીટીની હવાઈ હુમલા સામે સુરક્ષા મજબૂત બનાવી છે અને ગઈકાલે પાકે પ્રથમ વખત તેની આ આધુનિક મિસાઈલ પ્રણાલીનો દિલ્હીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો.
ગઈકાલે મોડીરાત્રી બાદ આ મિસાઈલ દાગ્યુ હતુ અને ભારતની એલર્ટ તેની મિસાઈલ સિસ્ટમે તે પારખી લીધુ હતું. સતાવાર સૂત્રોને ટાંકીને ન્યુઝ-18ના રીપોર્ટ મુજબ સિરસાની એન્ટી મિસાઈલ સીસ્ટમ એકટીવ હતી અને તેણે પાકના ફતહ-ટૂ મિસાઈલને હવામાંજ તોડી પાડીને દિલ્હી ને ટાર્ગેટ બનાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયા છે.
ફતહ-ટુ એ ગાઈડેડ-આર્ટીલરી રોકેટ સિસ્ટમ છે અને 250થી 400 કી.મી.ના રેન્જમાં પ્રહાર કરી શકે છે. તે મિલીટ્રી ટાર્ગેટ માટે મહત્વની છે અને તે સેટેલાઈટ નેવીગેશન સીસ્ટમનો ઉપયોગ કરીને ટાર્ગેટ શોધી લે છે અને તેના માર્ગ પર જ ઉડે છે તેને ડિટેકટ કરવું અને તોડી પાડવું મુશ્કેલ છે તે મોબાઈલ લોન્ચીંગ પેડ ધરાવે છે પણ સિરસાની ભારતની એન્ટી મિસાઈલ સીસ્ટમ વધુ કારગર પુરવાર થઈ છે.