ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર ભારતથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને એલઓસી પર આવેલા ઉરીમાં ભારે ગોળા બારુદ છોડયા હતા તો પુંછ જિલ્લામાં પણ ગોળીબારી કરી ધાર્મિક સ્થળોને નિશાન બનાવાયા હતા. ભારતીય સેનાએ પણ પાક.ની કાર્યવાહીનો જોરદાર જવાબ આપ્યો હતો.
ઉતર કાશ્મીરમાં ઉરીના નોપોરા ગામમાં ગુરુવારે સવારે સન્નાટો હતો. તૂટેલી છતો, વિખેરાયેલા કાટમાળ વચ્ચે અહીના લોકોએ રાત પસાર કરી હતી. 22 વર્ષનો તાહિરે કહ્યું હતું કે હું શ્રીનગરમાં સેલ્સમેન છું. ખૂબ જ મહેનતથી ઘર બનાવ્યું હતું. હવે બધુ ખતમ થઈ ગયું. હવે પરિવાર કયાં રહેશે સમજમાં નથી આવતું.
ઉરીનો વિસ્તાર હંમેશા સીમા પાસ હોવાના કારણે સંવેદનશીલ રહ્યો છે. મંગળવાર સુધી ઉરીની ગલીઓમાં ચહલ-પહલ હતી. બાળકો સ્કુલે જતા હતા. ક્રિકેટ રમતા હતા પરંતુ બુધવારે વહેલી સવારે બધું બદલાઈ ગયું. 75 વર્ષના ગુલામ હસન પોતાના દોહિત્રો સાથે રાતભર બંકરમાં રાત્રે 2 વાગ્યે મોર્ટાર આવ્યું. ઘર હલી ગયું. ત્રણ ઘર પુરી રીતે તબાહ થઈ ગયા.
અમે અનેક વાર બંકરની માંગ કરી હતી પણ 2003ના સીઝફાયર બાદ બધું શાંત થઈ ગયું અને માંગો પણ થંભી ગઈ હતી. બુધવારે સવારે આખો પરિવાર બારામુલા ભાગી ગયો. આવી ભીષણ ગોળાબારી કયારેય નથી જોઈ.
પુંછ જિલ્લામાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવાયા: પુંછ જિલ્લામાં ભારે ગોળાબારીને લઈને રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આખી રાત ગોળાના અવાજો આવતા રહ્યા, લાગે છે કે હવે નહીં બચીએ. તાહિરને બુધવારે મોડી રાત્રે ભાઈ સાહિલનો ફોન આવ્યો હતો. ભારે ગોળાબારી થઈ રહી છે.
પડોશી અબ્દુલકયુમ મીર (ઉ.52) ગુરુવારે પશુઓને જોવા પાછો ફર્યો હતો. તેણે જણાવ્યું કે જામિયા મિયા-ઉલ-ઉલુમ સ્કુલ, પુંછના ઉપ-પ્રધાનાચાર્યે જણાવ્યું હતું કે અગાઉ જયારે આવું થતું હતું ત્યારે આવી હાલત થતી હતી ત્યારે અમારો વિસ્તાર સુરક્ષિત રહેતો હતો પણ હવે મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે. ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પુંછ જિલ્લામાં ભારે ગોળાબારીથી ગુરુદ્વારામાં સેવા કરી રહેલ અમરિકસિંહ કે જે એક રાગી પણ હતા તે માર્યા ગયા હતા તે પોતાના ઘરમાં બનેલી દુકાનમાં હતા ત્યારે એક દારુગોળો આવીને પડતા તેનો જીવ ગયો હતો. એક દારૂગોળો ગુરુદ્વારામાં પણ પડયો હતો પણ ત્યારે ત્યાં કાંઈ નહોતું. હવે લોકો મોટી સંખ્યામાં આ વિસ્તારને છોડીને પલાયન કરી રહ્યા છે.
મુસ્લિમ ધર્મગુરુએ કહ્યું- વિસ્થાપિતો માટે મસ્જિદના દ્વાર ખુલા: જમ્મુમાં મુસ્લિમ ધર્મગુરુ મુફતી સમીર અહમદે જણાવ્યું હતું કે સીમાવર્તી વિસ્તારોમાં વિસ્થાપિત લોકો માટે જમ્મુ-કાશ્મીર ક્ષેત્રની મસ્જીદો અને મદરેસાઓના દરવાજા ખુલ્લા છે. બીજી બાજુ પાકિસ્તાની ગોળાબારીમાં ઘાયલ લોકો માટે મરકજ-ઉલ-મારિફ મદરેસામાં રકતદાન શિબિર લગાવાઈ હતી જેમાં મુફતી અમીર સહિત ડઝનબંધ યુવાનોએ ભાગ લીધો હતો. મુફતીએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા ધર્મ, નીતિથી પર રહીને બધાની મદદ કરવા તૈયાર છે. દરમિયાન જામિયા જિયાઉલ- ઈસ્લામ સંસ્થાને પણ 50 વિસ્થાપિતોને આશ્રય આપ્યો છે.