કોંગ્રેસને જાણે કોઈ વિજયમંત્ર મળ્યો હોય એમ અદાણી-અદાણીના નારા ઉચ્ચારતા હોય છે ત્યારે રાહુલ ગાંધીના આ પ્રકારના વલણને લઈ જાણિતા પત્રકાર સમીર પાલેજા દ્વારા એક સોસ્યલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.
સમીર પાલેજા પોતાની પોસ્ટમાં જણાવે છે કે, રાહુલ ગાંધી સૂતા જાગતા અદાણીના નામનો જાપ કેમ કરતા હતા એનું કારણ મળી ગયું છે. પાકિસ્તાન પર સચોટપણે વાર કરનારા અગ્નિકા હેરોપ, જેને અગ્નિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક લોઈટરિંગ મ્યુનિશન (સામાન્ય રીતે કામિકાઝે અથવા સ્યુસાઈડ ડ્રોન તરીકે ઓળખાય છે) છે, જે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા વિકસાવવામાં આવેલા IAI હેરોપ પર આધારિત છે.
આ ડ્રોન ભારતમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા IAI સાથે સહયોગમાં, લાયસન્સ હેઠળ ઉત્પાદિત કરવામાં આવે છે અને ભારતીય બજાર માટે “અગ્નિકા” તરીકે બ્રાન્ડેડ છે. “અગ્નિકા” નામ સંસ્કૃત શબ્દ “અગ્નિ” પરથી આવ્યું છે, જેનો અર્થ આગ થાય છે, જે તેની વિનાશક ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.