ઓપરેશન સિંદુરના પગલે ભારતની લશ્કરી કાર્યવાહીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે હવે યુધ્ધ થાય તો ટકવું મુશ્કેલ છે તે સમયે શસ્ત્રોની ભીખ માંગવા નીકળ્યું છે અને ઇરાન પાસે ડ્રોન પૂરા પાડવા ખાસ દુત મોકલ્યા છે.
પાકિસ્તાન પાસે પોતાની ડ્રોનની ક્ષમતા અત્યંત ઓછી છે અને ભારતે જે રીતે આક્રમક વલણ અપનાવ્યું છે તે જોતા તેના માટે મુકાબલો મુશ્કેલ બની રહ્યો છે .
તે સમયે હવે ઇરાનને આધુનિક ડ્રોન સિસ્ટમ પૂરી પાડવા વિનંતી કરી છે. જોકે હાલ ઇરાનના વિદેશ મંત્રી ભારતમાં છે અને તેઓએ અગાઉ પણ પહેલગામ હુમલાનો વિરોધ કર્યો હતો જેના કારણે પાક.ને હવે કેટલી મદદ મળી શકે તે પ્રશ્ન છે.