સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર નીટ પેપર લીક મામલામાં એમબીબીએસનાં 26 છાત્રો દોષિ જાહેર થયા છે જેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 14 છાત્રોના પ્રવેશ રદ કરી દેવાયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે જરૂરી નીટ પરીક્ષામાં પેપર લીકનાં મામલાએ ખળભળાટ મચાવ્યો હતો.પેપરલીક મામલાનો માસ્ટર માઈન્ડ સંજીવ મુખીયા સીબીઆઈની કસ્ટડીમાં છે. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે 5 મે 2024 માં યોજાયેલી નીટ પરીક્ષાને પેપર લીક થયુ.
ત્યારે તે ગુજરાતમાં હતો.ગુજરાતનો જે જય જલારામ સ્કુલના પરીક્ષા કેન્દ્રથી પેપર લીક થયુ ત્યારે તે ત્યાંથી દોઢ કિલોમીટર દુર હાજર હતો. નીટ પેપર લીક મામલામાં એમબીબીએસનાં 26 છાત્રો દોષિત જાહેર થયા છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 14 છાત્રોનો પ્રવેશ રદ કરાયો છે.
તેમને શૈક્ષણીક સત્ર 2024-25 દરમ્યાન મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળ્યો હતો. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (એનએમસી)એ મેડીકલ કોલેજોને જાહેર આદેશમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની ભલામણોનો હવાલો આપીને કહ્યું છે-બધા દોષિત છાત્રોને સસ્પેન્ડ કરવામાં આવે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષ પ્રવેશ પરીક્ષાનાં કેટલાંક પ્રશ્ન પત્ર અને તેના ઉતર ટેલીગ્રામ પર જાહેર થયા હતા. પેપર લીકની તપાસમાં સીબીઆઈએ દોષિત એમબીબીએસના 26 છાત્રોની ઓળખ કરી છે. આ ઉપરાંત 14 અન્ય છાત્રો કે જેમનો પરીક્ષામાં અનુચિત વ્યવહાર હતો તેમનાં પ્રવેશ રદ કરાયા છે.