કેન્દ્ર સરકારને સોમવારે સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં પીડિતોને ત્વરિત એટલે કે ગોલ્ડન ઓવરમાં ઉચિત સારવાર ઉપલબ્ધ કરાવવા માટે એક સપ્તાહ કેશલેસ ઉપચાર યોજના લાગુ કરી દેવામાં આવે.સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્રે અદાલતને જાણકારી આપી હતી.
જસ્ટીસ અભય એસ.ઓક અને ન્યાયમુર્તિ ઉજજલ ભુઈયાની બેન્ચે મામલાની સુનાવણી શરૂ કરતા જ આદેશ બાદ અકસ્માત પિડિતોને ગોલ્ડન ઓવરમાં સારવાર આપવા માટે કેશલેસ યોજના લાગુ કરવામાં વિલંબ પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.
પીઠે કેન્દ્ર સરકારને કહ્યું કે આપ મોટા-મોટા રાજમાર્ગોનું નિર્માણ કરો છો પણ સુવિધાઓના અભાવમાં લોકો ત્યાં મરી રહ્યા છે. એવા હાઈવેનો શું ઉપયોગ જયારે ત્યાં લોકો મરી રહ્યા છે.
બાદમાં સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં સચિવ ખુદ રજુ થયા અને એ ભરોસો આપ્યો છે, માર્ગ દુર્ઘટનાનાં પીડિતોને ગોલ્ડન ઓવર દરમ્યાન કેશલેસ ઉપચાર આપવાની યોજના એક સપ્તાહમાં લાગુ કરવામાં આવશે.
કેન્દ્રે આદેશનું પાલન નહોતું કરેલુ!
આ પહેલા આ યોજના અત્યાર સુધી લાગુ ન કરવા માટે પીઠે નારાજગી પ્રગટ કરતા કહ્યું હતું કે 8 જાન્યુઆરી 2025 ના આદેશ છતાં કેન્દ્ર સરકારના તો આદેશનું પાલન કર્યું કે ના તો સમય વધારવાની માંગને લઈને કોઈ અરજી દાખલ કરી
બચાવ-જીઆઈ સહયોગ નથી કરતી:
સરકાર તરફથી બેન્ચને જણાવવામાં આવ્યું કે અકસ્માત પિડીતોને કેશલેસ સારવાર આપવા માટે એક મુસદા યોજના તૈયાર કરાઈ હતી પણ જનરલ ઈુસ્યોરન્સ કાઉન્સીલ ઉઠાવવાનાં કારણે તેમાં મોડુ થયુ છે. જીઆઈસી સહયોગ નથી કરી રહી!