ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી રીન્યુએબલ એનર્જી કંપની, અદાણી ગ્રીન એનર્જી લિ.(એજીઇએલ)એ નોંધપાત્ર વૃદ્ધિ અને કામગીરીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 31 માર્ચ 2025ના નાણાકીય સમયગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે.
નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ગ્રીનફિલ્ડ ક્ષમતામાં 3.3 ગીગાવોટનો ઉમેરો મજબૂત આવક, એબિડટા અને રોકડ નફામાં વૃદ્ધિ,અદ્યતન રીન્યુએબલ એનર્જીની ટેકનોલોજીનો કાર્યક્ષમ ઉપયોગ અને પ્રકલ્પની કામગીરી જેવા અહમ પરિબળોની કામગીરીના યોગદાનથી સંગીન પરિણામો હાંસલ થયા છે.
સિંગાપોરના વાર્ષિક વીજ વપરાશના અડધા જેટલું વાર્ષિક ધોરણે 28% અર્થાત 27,969 મિલિયન યુનિટ્સ જેટલો વેચાણમાં વધારો થયો હતો. વાર્ષિક ધોરણે આવક 23% વધીને રૂ.9,495 કરોડ થઇ હતી. વાર્ષિક ધોરણે એબિટ્ડા 22%ની વૃદ્ધિ સાથે વધીને રૂ.8,818 કરોડ થયો છે 91.7% ઉદ્યોગ પ્રેરીત એબિટ્ડા માર્જિન હાંસલ કરવામાં આવ્યો હતો. રોકડ નફો 22% વધીને રૂ.4,871 કરોડ થયો છે.
અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે ભારતની રીન્યુએબલ એનર્જીની વૃદ્ધિમાં અમારી મુખ્ય ભૂમિકા છે તેનો પૂરાવો નાણાકીય વર્ષ-25માં 3.3 ગિગાવોટની ગ્રીનફિલ્ડ ક્ષમતામાં અમે કરેલો ઐતિહાસિક ઉમેરો છે. અમે રાષ્ટ્રની ઉપયોગિતાના પાયે સૌર અને પવન ઉર્જામાં 14%ના ઉમેરો કરી યોગદાન આપવા સાથે મોટા પાયે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝડપથી નવા બેંચમાર્ક્સ સ્થાપ્યા છે.ગુજરાતના ખાવડામાં વિશ્વના સૌથી મોટા 30 ગિગાવોટના રીન્યુએબલ એનર્જીના પ્રકલ્પને 2029 સુધીમાં પૂર્ણપણે વિકસિત કરવાની દીશામાં અમે પ્રગતિ કરી રહ્યા છીએ તેની માહિતી આપતા સાગર અદાણીએ કહ્યું હતું કે બાંધકામ શરૂ કર્યાના બે વર્ષમાં ગુજરાતે સૌર અને પવન ઉર્જાની 4.1. ગિગાવોટની ક્ષમતા કાર્યાન્વિત કરી છે. અમે નાણાકીય વર્ષ 25ના આખરી ત્રિમાસિકમાં 32.4% ની ઉચ્ચ સૌર ક્ષમતાના ઉપયોગી પરિબળ (સીયુએફ) પ્રદાન કરી છે. આ બાયફેસિઅલ એન-પ્રકારનાં મોડ્યુલો, હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકર્સ (HSAT) અને વોટરલેસ રોબોટિક ક્લીનિંગ સિસ્ટમ્સ જેવી અદ્યતન ટેકનિકોના ઉપયોગ દ્વારા સાઇટની ઉચ્ચ સંસાધન તાકાત દર્શાવે છે.તેમણે ઉમેર્યું હતું કે અમારા ગતિશીલ અર્થતંત્રના માળખા સાથે સંલગ્ન, અમે નાણાકીય વર્ષ-26ના અમારા લક્ષ્ય પહેલા જ કામકાજના સમગ્ર પોર્ટફોલિયોમાં પાણીની સકારાત્મકતા પ્રાપ્ત કરીને ઇએસજીના અમારા ઉદ્દેશો હાંસલ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પૂરાવો આપ્યો છે.
પ્રદર્શનના સમયગાળામાં વાર્ષિક ધોરણે રીન્યુએબલ એનર્જી ક્ષમતામાં પ્રભાવશાળી 30%ની વૃધ્ધિ સાથે 14.2 ગિગાવોટની કાર્યાન્વિત ક્ષમતા હાંસલ કરી ભારતની સૌથી મોટી રીન્યુએબલ એનર્જી કંપની તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. કંપની આ ક્ષમતામાં વધુ 1 ગિગાવોટનો વધારો કરવાની નજીક છે તે સાથે 15.2 ગિગાવોટનો સૂચિત ઉમેરો કંપનીને 50 ગિગાવોટનું લક્ષ્યાંક હાંસલ કરવાના માર્ગે આગળ વધવા ઉત્સાહ પ્રેરે છે. નાણાકીય વર્ષ 25માં ગ્રીનફિલ્ડ ઉમેરામાં ખાવડામાં 1,460 મેગાવોટ સૌર અને 599 મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા, રાજસ્થાનમાં 1000 મેગાવોટ સૌર ક્ષમતા અને આંધ્રપ્રદેશમાં 250 મેગાવોટ સૌર ક્ષમતાના ઉમેરાનો સમાવેશ થાય છે. વાર્ષિક ધોરણે ઉર્જાના વેચાણમાં 28%નો સંગીન વધારો થયો છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.એ વીજ ખરીદી કરારો (પીપીએ) હેઠળ એકંદર વાર્ષિક પ્રતિબદ્ધતા કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરી છે. નાણાકીય વર્ષ 25 માં પીપીએ આધારિત વીજળી ઉત્પાદન વાર્ષિક પ્રતિબદ્ધતાના 107% થયું હતું.
માધયમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: Roy Paul: [email protected]